Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના કાંઠા વિસ્તારના ગામોમાં પ્રોટેક્શન વોલ બનાવવા માંગ:દરિયાઈ ધોવાણ અટકાવવા અને ખેડૂતોની મિલકતોની સુરક્ષા માટે સર્વેની માંગ

    6 hours ago

    વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે ગાંધીનગર ખાતે ચાલી રહેલા વિધાનસભા સત્ર દરમિયાન વલસાડના દરિયાકાંઠા અને નદીકાંઠાના ગામોના વિકાસ અને સુરક્ષાને લગતા મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે દાંડી, દાંતી, કકવાડી, ભાગલ, કોસંબા, સુરવાડા અને મગોદ-ડુંગરી જેવા કાંઠા વિસ્તારના ગામોમાં પ્રોટેક્શન વોલ બનાવવાનો પ્રશ્ન સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. આ ગામોમાં દરિયાઈ ભરતી, ભારે વરસાદ અને પાણીના ધોવાણને કારણે સ્થાનિક વિસ્તારો અને ખેતીની જમીનને મોટું નુકસાન થાય છે. ધારાસભ્ય ભરતભાઈ પટેલે કહ્યું કે, કાંઠા વિસ્તારના લોકો લાંબા સમયથી પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ કરી રહ્યા છે. આ માંગને ગંભીરતાથી લઈને જરૂરી જગ્યાઓ પર સર્વે, આયોજન અને કામગીરી ઝડપથી કરવી જોઈએ. પ્રોટેક્શન વોલ બનવાથી દરિયાઈ ધોવાણ અને પાણીના પ્રવાહથી થતું નુકસાન ઘટશે. તેનાથી ગ્રામજનો, ખેડૂતો અને તેમની મિલકતોની સુરક્ષા વધુ મજબૂત બનશે. ધારાસભ્ય ભરતભાઈ પટેલ વલસાડ વિધાનસભાના કાંઠા વિસ્તારના ગામોના સર્વાંગી વિકાસ અને લોકોની સમસ્યાઓના કાયમી ઉકેલ માટે વિધાનસભામાં સતત રજૂઆતો કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વડાપ્રધાન ગરીબ આવાસ યોજનાના નામે ઠગાઈ:ઘર અપાવવાના બહાને 65 લોકો સાથે ગઠિયાએ રૂ. 8.63 લાખ પડાવ્યા
    Next Article
    HTAT મુખ્ય શિક્ષકોની પડતર માંગણીઓને લઈ 14મીએ ગાંધીનગરમાં સત્યાગ્રહ:ગીર સોમનાથમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો જોડાશે, સંઘના મહામંત્રી જગદીશ વાઢીયાની અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment