Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    HTAT મુખ્ય શિક્ષકોની પડતર માંગણીઓને લઈ 14મીએ ગાંધીનગરમાં સત્યાગ્રહ:ગીર સોમનાથમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો જોડાશે, સંઘના મહામંત્રી જગદીશ વાઢીયાની અપીલ

    6 hours ago

    ગુજરાત રાજ્ય HTAT સંઘ દ્વારા પડતર માંગણીઓને લઈ 14 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ આંદોલનનો નિર્ણય કરાયો છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે સવારે 10 વાગ્યાથી રાજ્યભરના HTAT મુખ્ય શિક્ષકો એકઠા થઈ સરકાર સમક્ષ રજૂઆત કરશે. HTAT મુખ્ય શિક્ષક સંઘની મુખ્ય માંગણીઓમાં તમામ પ્રકારની બદલીની પ્રક્રિયા વાર્ષિક ધોરણે નિયમિત કરવી, બઢતીથી નિમણૂક પામેલા HTAT મુખ્ય શિક્ષકોને એક ઇજાફો આપવો અને 1 એપ્રિલ 2005 પછી નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS)માં સમાવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અનુદાનિત સંસ્થાના કર્મચારીઓની અગાઉની સેવાને હાલની સેવા સાથે સળંગ ગણવી, 300થી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓમાં શાળા સહાયકની તાત્કાલિક નિમણૂક કરવી અને વર્ષ 2012થી 2019 દરમિયાન વેકેશનલ પોસ્ટ થતાં પહેલાંની બંને વેકેશનની રજાઓ જમા કરવાની માંગ પણ કરાઈ છે. શાળાના નાણાકીય વ્યવહારો માટે સતત બદલાતી બેંક ચાર્જિંગ પ્રક્રિયા બંધ કરવા અને અગાઉના સમયમાં વેકેશન દરમિયાન કરેલી કામગીરી બદલ મળવાપાત્ર રજાઓ જમા કરવા સહિતની વિવિધ માંગણીઓ સંઘ દ્વારા ઉઠાવવામાં આવી છે. સંઘ દ્વારા ‘સંગઠિત રહીશું, સંઘર્ષ કરીશું, હક મેળવીશું’ અને ‘એક બનીશું, નેક બનીશું, બુલંદ અવાજ કરીશું’ જેવા સૂત્રો સાથે રાજ્યભરના HTAT મુખ્ય શિક્ષકોને આ આંદોલનમાં જોડાવા અપીલ કરાઈ છે. ગીર સોમનાથ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં HTAT મુખ્ય શિક્ષકો ગાંધીનગરના સત્યાગ્રહ આંદોલનમાં જોડાય તે માટે સંઘના જિલ્લા મહામંત્રી જગદીશ વાઢીયાએ અપીલ કરી છે. તેમણે મુખ્ય શિક્ષકોને પોતાના હક અને ભવિષ્ય માટે એક દિવસ માટે ગાંધીનગર પહોંચવા જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના કાંઠા વિસ્તારના ગામોમાં પ્રોટેક્શન વોલ બનાવવા માંગ:દરિયાઈ ધોવાણ અટકાવવા અને ખેડૂતોની મિલકતોની સુરક્ષા માટે સર્વેની માંગ
    Next Article
    ભુજમાં LCBનો દરોડો:ગણેશનગરમાં ધાણીપાસાનો જુગાર રમતા 7 ઝડપાયા, રૂ. 27,800 રોકડા જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment