Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં LCBનો દરોડો:ગણેશનગરમાં ધાણીપાસાનો જુગાર રમતા 7 ઝડપાયા, રૂ. 27,800 રોકડા જપ્ત

    6 hours ago

    પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ભુજ શહેરના ગણેશનગર વિસ્તારમાં જુગારધામ પર દરોડો પાડ્યો હતો. ખોડિયાર મંદિર પાસે એક રહેણાક મકાનના આંગણામાં ખુલ્લી જગ્યાએ ધાણીપાસા વડે જુગાર રમાતો હોવાની બાતમી LCB ટીમને મળી હતી.આ બાતમીના આધારે LCB ટીમે સ્થળ પર રેડ કરી હતી. પોલીસે જુગાર રમતા સાત લોકોને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ₹ 27,800 રોકડા અને 2 ધાણીપાસા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં પ્રતાપગર કેશવગર ગોસ્વામી (ઉં.35), મનોજગર દયાલગર ગોસ્વામી (ઉં.35), વિનોદપુરી ત્રિકમપુરી ગોસ્વામી (ઉં.45), રામજીકુમાર નારાણભાઇ ચાડ (આહીર) (ઉં.24), જગદીશભાઇ ગેલાભાઇ બારોટ (ઉં.41), વિપુલ રમેશભાઈ મોઢ (ઉં.34) અને પુનશી પાલુભાઈ ગઢવી (ઉં.30)નો સમાવેશ થાય છે. આ તમામ ભુજ અને આસપાસના વિસ્તારોના રહેવાસી છે.આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ, ભુજ અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચનાથી કરવામાં આવી હતી. તેમણે જુગાર જેવી બદીને નાબૂદ કરવા આદેશ આપ્યા હતા.LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા, PSI જે.બી. જાદવ અને PSI એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ASI સુરેન્દ્રસિંહ ઝાલા, HC રાજેન્દ્રસિંહ રાઠોડ, જયદેવસિંહ જાડેજા, જીવરાજભાઈ ગઢવી અને PC ભરતભાઈ ગઢવી સહિતના સ્ટાફે આ કાર્યવાહી કરી હતી. પોલીસે પકડાયેલા સાતેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આગળની તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    HTAT મુખ્ય શિક્ષકોની પડતર માંગણીઓને લઈ 14મીએ ગાંધીનગરમાં સત્યાગ્રહ:ગીર સોમનાથમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો જોડાશે, સંઘના મહામંત્રી જગદીશ વાઢીયાની અપીલ
    Next Article
    The Subhash Chandra insolvency controversy explained

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment