Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાપ્રધાન ગરીબ આવાસ યોજનાના નામે ઠગાઈ:ઘર અપાવવાના બહાને 65 લોકો સાથે ગઠિયાએ રૂ. 8.63 લાખ પડાવ્યા

    7 hours ago

    શાહીબાગ નમસ્તે સર્કલ રિલાયન્સ મોલના પાર્કિંગ સહિતના વિસ્તારોમાં ગરીબ અને સામાન્ય પરિવારોને ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વડાપ્રધાન ગરીબ આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ આપી કુલ 65 લોકો પાસેથી ₹8.63 લાખ ગઠિયાએ પડાવી લીધા હતા. આ અંગે માધુપુરા પોલીસે ગઠિયા સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. GUDA હેઠળ 2-BHK માટે ₹21 હજાર ડિપોઝિટ રાણીપમાં રહેતા જગદીશભાઈ રાજપૂત સરકારી યોજના તથા ડોક્યુમેન્ટ સુધારવા અંગેનું કામ કરે છે. થોડા સમય પંકજ પ્રજાપતિ ઘોડાકેમ્પ અનાજ ગોડાઉન પાસે રેશનકાર્ડ કચેરી બહાર એજન્ટ તરીકે કામ કરતો હતો હોવાથી પરિચયમાં આવ્યા હતા. નવેમ્બર 2023 દરમિયાન વડાપ્રધાન ગરીબ આવાસ યોજના હેઠળ ફોર્મ ભરવાની જાહેરાત થતાં પંકજે ફોર્મ ભરી આપવાની ખાતરી આપી હતી. તેણે GUDA હેઠળ 2-BHK માટે ₹21 હજાર ડિપોઝિટ અને AMC હેઠળ EWS 1-BHK માટે ₹7,800 ડિપોઝિટ ઓનલાઇન ભરવી પડશે તેમ જણાવ્યું હતું. આરોપીએ EWS મકાનના ફોર્મ અને નાણાં ભર્યા જગદીશભાઈ દ્વારા 27 વ્યક્તિઓએ LIG મકાન માટે કુલ ₹5.67 લાખ અને 38 વ્યક્તિઓએ EWS મકાન માટે કુલ ₹2.96 લાખ મળી કુલ 65 લોકોએ ₹8.63 લાખ પંકજને 13 ડિસેમ્બર 2023થી 5 જાન્યુઆરી 2024 દરમિયાન રોકડા ચૂકવ્યા હતા. પૈસા લીધા બાદ આરોપીએ EWS મકાનના ફોર્મ અને નાણાં ભર્યા અંગેની બનાવટી પાવતીઓ પધરાવી દીધી હતી. જ્યારે મકાનની પાવતીઓ આપવાના નામે ગલ્લાંતલ્લાં શરૂ કર્યા હતા. હાઉસિંગ સેલ કમિટીમાં RTI દાખલ લાંબો સમય કોઈ જવાબ ન મળતાં AMCના રાયખડ સરદાર ભવન સ્થિત હાઉસિંગ સેલ કમિટીમાં RTI દાખલ કરી હતી. જેમાં અપીલ બાદ 17 માર્ચે તંત્ર તરફથી સત્તાવાર ખુલાસો આવ્યો હતો કે, આ પહોંચો રેકોર્ડ પર ઉપલબ્ધ નથી અને કોર્પોરેશનમાં કોઈ નાણાં જમા થયા નથી. આરોપીએ આવાસના ફોર્મ ભર્યા વિના જ રકમ હડપ કરી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે માધવપુરા પોલીસે ગુનો તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ​રૂ.1.29 કરોડની લોન ભરપાઈ ન કરતા મકાન જપ્ત કરાયું'તું:રાજકોટમાં બેંકે સીલ કરેલા મકાનમાં ગેરકાયદે પ્રવેશ કરનાર લોન ડિફોલ્ટર સામે ફરિયાદ દાખલ
    Next Article
    વલસાડના કાંઠા વિસ્તારના ગામોમાં પ્રોટેક્શન વોલ બનાવવા માંગ:દરિયાઈ ધોવાણ અટકાવવા અને ખેડૂતોની મિલકતોની સુરક્ષા માટે સર્વેની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment