Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેવા, સંવેદના અને સદભાવનાના કાર્યો સાથે જીતુ વાઘાણીનો જન્મદિવસ ઉજવાયો:કોઈ બાળક આર્થિક મુશ્કેલીના કારણે શિક્ષણથી વંચિત ન રહે, સમાજ અને સરકાર સાથે છે: મંત્રી

    7 hours ago

    કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે ભાવનગરમાં દિવ્યાંગો, બાળકો, વૃદ્ધો અને જરૂરિયાતમંદોને કેન્દ્રમાં રાખી અનેક સેવાકીય તથા વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મંત્રીએ ભાવનગરને હરિયાળું બનાવવા 100 એકર વિસ્તારમાં ‘વન કવચ’ ઊભું કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો તેમજ સરકારી શાળાના અનાથ અને દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સમાજને સહભાગી બનવા હાકલ કરી હતી. 1417 દિવ્યાંગ બાળકો અને વૃદ્ધો માટે ભોજન સમારંભ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 69 શાળાઓમાં અભ્યાસ કરતા 1453 અનાથ અને દિવ્યાંગ બાળકોને ફેન્સી કપડાંનું વિતરણ કરવામાં આવ્યું. નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં ચામડી, એલર્જી અને બાળરોગોની તપાસ સાથે આયુર્વેદિક દવાઓ આપાઈ. વાઘાણી પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને બેતાળા નંબરના ચશ્માનું વિતરણ કરાયું. શહેરની 8 સામાજિક સંસ્થાઓના સહયોગથી 1417 દિવ્યાંગ બાળકો અને વૃદ્ધો માટે ભોજન સમારંભ યોજાયો. ‘એક પેડ મા કે નામ 3.0’ હેઠળ ચિત્રાની મુખીની વાડી ખાતે 850 વૃક્ષોનું વાવેતર કરાયું. આ પ્રસંગે સદભાવના ટ્રસ્ટના વિજયભાઈ ડોબરીયાનું મોમેન્ટો આપી વિશેષ સન્માન કરાયું. ₹9.40 કરોડના વિકાસકામોની ભેટ ભાવનગર મહાનગરપાલિકા હેઠળ ₹9 કરોડના ખર્ચે આકાર પામનાર નવીન સિવિક સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹20 લાખના ખર્ચે શબવાહિની મહાનગરપાલિકાને અર્પણ કરાઈ તથા ₹20 લાખના ખર્ચે પીવાના પાણીના ટ્રેક્ટર વિથ ટેન્કર માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી. આ વિવિધ કાર્યક્રમોમાં મેયર ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા, મ્યુનિસિપલ કમિશનર ડૉ.નરેન્દ્રકુમાર મીના, શાસક પક્ષના નેતા લાલભા વાળા, કુમાર શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ સહિત શહેરના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો, રાજકીય-સામાજિક આગેવાનો, વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ તથા પક્ષના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વસ્ત્રાલના દંપતી સાથે સાયબર ફ્રોડ:મેટ્રો મુસાફરીમાં પતિનો ફોન અડધો કલાક બંધ રહ્યો અને ખાતામાંથી 1 લાખ સેરવાઈ ગયા
    Next Article
    બોગસ પેઢી બનાવીને બેંક એકાઉન્ટ ખોલ્યું, બે શખસની ધરપકડ:50% કમિશનની લાલચ ભારે પડી, મ્યુલ એકાઉન્ટમાં 1.73 કરોડના ટ્રાન્ઝેક્શનની તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment