Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોગસ પેઢી બનાવીને બેંક એકાઉન્ટ ખોલ્યું, બે શખસની ધરપકડ:50% કમિશનની લાલચ ભારે પડી, મ્યુલ એકાઉન્ટમાં 1.73 કરોડના ટ્રાન્ઝેક્શનની તપાસ શરૂ

    7 hours ago

    રાજકોટમાં રહેતા બે મિત્રોને 50% કમિશનની લાલચમાં બોગસ પેઢી બનાવવી ભારે પડી છે. કારણ કે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બોગસ પેઢીના આધારે તેનું બેન્ક એકાઉન્ટ ખોલી અને ભાડે આપી દેનાર રાજકોટના બે શખ્સની ધરપકડ કરી. બોગસ પેઢી ખોલવા સલાહ આપનાર અને તેનું એકાઉન્ટ ઓપરેટ કરનાર શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં આ મ્યુલ એકાઉન્ટમાં કુલ રૂ.1.73 કરોડના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ICICI બેંકમાં આવેલ 'મેસર્સ હનુમંત ઓર્ગેનિક ટ્રેડિંગ પ્રા.લી.' નામની પેઢીના ખાતામાં શંકાસ્પદ રીતે સાયબર ફ્રોડના રૂ.1.73 કરોડ જમા થયા હતા. આ બાબતે સાયબર ક્રાઇમ હેડ કોન્સ્ટેબલ હર્ષરાજસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી બેંક ખાતાના બે ધારકો દીપક જેરામ ગઢીયા અને નિતિન રાજેશ ચક્રવર્તીની પૂછપરછ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસ પુછપરછમાં આરોપીઓએ કબૂલાત આપી હતી કે દોઢ મહિના પહેલાં તેમના મિત્ર કિશન રામાણીએ શૈલેષ અમરશી લુણાગરીયા સાથે તેમની મુલાકાત કરાવી હતી. બોગસ પેઢી ઊભી કરી હતી, પૈસાના ટ્રાન્ઝેક્શન પર 50% કમિશન લેતા ​મુલાકાત દરમિયાન શૈલેષે તેમને કમિશનની લાલચ આપીને જણાવ્યું હતું કે, ખોટી પેઢી બનાવી તેનું ખાતું ખોલાવવાનું છે. ખાતામાં જમા થનાર પૈસાના ટ્રાન્ઝેક્શન પર મળનારા કમિશનના 50% શૈલેષ રાખશે અને બાકીના 50% તે બંનેને આપશે. પૈસાની જરૂરિયાત હોવાથી દીપક અને નિતિને ભક્તિનગર સ્ટેશન પ્લોટનું સરનામું દર્શાવીને બોગસ પેઢી ઊભી કરી હતી. આ પછી એકાઉન્ટ ખુલ્યા બાદ પાસબૂક, એટીએમ કાર્ડ, નેટ બેંકિંગ અને પાસવર્ડ શૈલેષને સોંપી દીધા હતા. ત્યારબાદ ઓગસ્ટમાં શૈલેષે અમદાવાદની એક હોટલમાં અન્ય પાર્ટી સાથે પણ તેમની મુલાકાત કરાવી હતી. શૈલેષે કમિશનની કોઈ રકમ આપી નહોતી ​જોકે, કમિશનની લાલચે ખોટું એકાઉન્ટ ખોલાવનારા દીપક અને નિતિનને આજદિન સુધી શૈલેષે કમિશનની કોઈ રકમ આપી ન હોવાનું સામે આવ્યું છે. જેથી હાલ સાયબર ક્રાઇમ પોલીસે આરોપી શૈલેષની શોધોખોળ હાથ ધરી છે. અને આ મ્યુલ એકાઉન્ટ દ્વારા ખરેખર કુલ કેટલી રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સેવા, સંવેદના અને સદભાવનાના કાર્યો સાથે જીતુ વાઘાણીનો જન્મદિવસ ઉજવાયો:કોઈ બાળક આર્થિક મુશ્કેલીના કારણે શિક્ષણથી વંચિત ન રહે, સમાજ અને સરકાર સાથે છે: મંત્રી
    Next Article
    એન્જિનિયર સાથે રૂ.18.38 લાખની છેતરપિંડી:બનાવટી NOC મોકલી ટોપઅપ લોન આપવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment