Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂની જર્જરિત પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત:રામપુરા કટોસણમાં ગ્રામજનોની રજૂઆત બાદ તંત્ર જાગ્યું

    14 hours ago

    મહેસાણા જિલ્લાના રામપુરા કટોસણ ગામે આવેલી પીવાના પાણીની ટાંકી છેલ્લા લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ હતી. આશરે 25 વર્ષ જૂની અને 25 હજાર લીટરની ક્ષમતા ધરાવતી આ ટાંકીનું પ્લાસ્ટર ઉખડી ગયું હતું તથા અંદરના લોખંડના સળિયા પણ બહાર આવી ગયા હતા. જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવો ભય સતત સ્થાનિક રહીશોને સતાવી રહ્યો હતો. આ ભયજનક ટાંકીને તોડી પાડવા માટે ગામના ધર્મેન્દ્રસિંહ સહિત સ્થાનિક રહીશો દ્વારા છેલ્લાં બે-ત્રણ વર્ષથી ગામના સરપંચ અને તલાટીથી લઈને તંત્રને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. અગાઉ વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નહોતી અને ગ્રામજનોનો અવાજ અણસાંભળ્યો રહી જતો હતો. જોકે, સ્થાનિકોની સતત માંગણી અને રજૂઆતો બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું. ગ્રામજનોની સુરક્ષાને ધ્યાને રાખીને આજે આ 25 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકીને સુરક્ષિત રીતે જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. લાંબા સમય બાદ તંત્રએ ગામ લોકોનું સાંભળીને કામગીરી કરતા રામપુરા કટોસણના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિવર્સિટીમાં કોસ્ટલ સિક્યોરિટી પર 900થી વધુ નિષ્ણાતો-શોધકર્તાઓની નેશનલ કોન્ફરન્સ:નિત્યાનંદ રાયે કહ્યું-વિરોધી યુવાનોને નશીલા પદાર્થ આપીને દિશા ભટકાવવાનું કામ કરે છે
    Next Article
    જામનગરમાં જમીન દફતરના કર્મચારીઓનું 'પેન ડાઉન' આંદોલન:ગ્રેડ-પે સુધારણા સહિતની માગોને લઈ 60 કર્મચારી કામથી દૂર રહ્યા, ઉગ્ર આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment