Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં જમીન દફતરના કર્મચારીઓનું 'પેન ડાઉન' આંદોલન:ગ્રેડ-પે સુધારણા સહિતની માગોને લઈ 60 કર્મચારી કામથી દૂર રહ્યા, ઉગ્ર આંદોલનની ચીમકી

    14 hours ago

    રાજ્યભરમાં સરકારી કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને વિરોધ કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં જમીન દફતર વિભાગ (ILR) ના વર્ગ-3ના કર્મચારીઓ પણ આંદોલન પર ઉતર્યા છે. ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડ કર્મચારી મંડળની સૂચના મુજબ, જામનગર કચેરીના લગભગ 60 કર્મચારીએ 'પેન ડાઉન' કરીને કામગીરીથી પોતાને દૂર રાખ્યા હતા. આ કારણે કચેરીમાં આવતા અરજદારોના કામ અટકી પડ્યા હતા. કર્મચારીઓની મુખ્ય માંગ ગ્રેડ-પે સુધારણાની છે. તેઓ સર્વેયર સંવર્ગનો ગ્રેડ-પે ₹2,400 થી વધારીને ₹2,800 કરવા અને સિનિયર સર્વેયરનો ગ્રેડ-પે ₹2,800 ના બદલે ₹4,400 કરવાની માંગ કરી રહ્યા છે. કર્મચારી આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર ઝડપથી આ પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે, તો આગામી દિવસોમાં રાજ્ય યુનિયનની સૂચના મુજબ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. જામનગર ગ્રામ્યની આઈ.એલ.આર. કચેરીના સિનિયર સર્વેયર ચંદ્રેશ ડાયાભાઈ નકુમે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડ કર્મચારી મંડળ (વર્ગ-3) ની સૂચના મુજબ આ આંદોલન શરૂ કરાયું છે. કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આ કાર્યક્રમ જાહેર કરાયો છે. તેમણે વધુમાં કહ્યું કે, જામનગર જિલ્લા યુનિટના તમામ કર્મચારીઓએ કચેરીમાં હાજર રહીને 'પેન ડાઉન' હડતાળ પાળી છે અને કામગીરીથી દૂર રહ્યા છે. તેમની મુખ્ય માંગણી સર્વેયરનો ગ્રેડ-પે ₹2,400 થી વધારીને ₹2,800 કરવો અને સિનિયર સર્વેયરનો ગ્રેડ-પે ₹2,800 ના બદલે ₹4,400 કરવાની છે. રાજ્ય મંડળ દ્વારા જે પણ સૂચના અપાશે, તે મુજબ આગળની રણનીતિ નક્કી કરાશે.
    Click here to Read More
    Previous Article
    જૂની જર્જરિત પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત:રામપુરા કટોસણમાં ગ્રામજનોની રજૂઆત બાદ તંત્ર જાગ્યું
    Next Article
    'આવું કરવું હોય તો MSUમાં નહીં બહાર કરો', VIDEO:વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના ક્લાસરૂમ રોમાન્સને લઈ અન્ય વિદ્યાર્થીઓ ભડક્યા, જાણો શું શું કહ્યું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment