Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટીમાં કોસ્ટલ સિક્યોરિટી પર 900થી વધુ નિષ્ણાતો-શોધકર્તાઓની નેશનલ કોન્ફરન્સ:નિત્યાનંદ રાયે કહ્યું-વિરોધી યુવાનોને નશીલા પદાર્થ આપીને દિશા ભટકાવવાનું કામ કરે છે

    14 hours ago

    ગુજરાત યુનિવર્સિટીના દ્વારા ‘Coastal Ecology, Security and Sustainability’ વિષય પર બે દિવસીય નેશનલ કોન્ફરન્સનો આજથી(11 સપ્ટેમ્બર) પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે યોજાયેલી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના હસ્તે કરવામાં આવ્યું હતું. 'વિરોધી લોકો યુવાનોને નશીલા પદાર્થ આપીને દિશા ભટકાવવાનું કામ કરે છે' કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે,દેશની સુરક્ષા એક તરફ હિમાલય અને બીજી તરફ સમુદ્ર કરે છે. પરંતુ અત્યારે કેટલાક પડકાર એવા છે કે જે સમુદ્રના માર્ગથી ભારત વિરોધી લોકો કે પછી ભારતમાં રહીને બ્રહ્મ ફેલાવીને કે પછી ભારતના યુવાનોને નશીલા પદાર્થ આપીને દિશા ભટકાવવાનું કામ કરે છે. જેના પર મોદી સરકાર જીરો ટોલરન્સ નીતિથી કામ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના સમૃદ્ધિ સુરક્ષામાં વધારો હોય છે. એવું કહી શકાય કે દેશની સુરક્ષાની સાથે સાથે સમુદ્રની સુરક્ષા પણ ખૂબ જ મજબૂત બની ગઈ છે. સમૃદ્ધિની સુરક્ષા દેશની સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિ માટે ખૂબ મદદરૂપ થાય છે. 'પહેલા માત્ર નશીલા પદાર્થો પકડાતા, હવે આખું રેકેટ ખતમ કરીએ છીએ' 'પહેલા જ્યારે નશીલા પદાર્થો પકડાઈ જતા હતા ત્યારે માત્ર જે પકડાતા હતા તેના સામે જ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે કાર્યવાહી કરવાની પેટર્ન પણ બદલવામાં આવી છે. જ્યાંથી આખું રેકેટ ચાલે છે તેને ત્યાંથી સમાપ્ત કરવાનું કામ કરવામાં આવશે. તે ભારતમાં હશે કે દુનિયાના કોઈપણ ખૂણામાં હશે તેને સમાપ્ત કરવાનું કામ કરવામાં આવશે.' 'અગાઉ કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ કેટલીક મર્યાદામાં કામ કરતી હતી. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જવાબદારી હોય છે તેવું કહીને નિષ્ક્રિય થઈ જતી હતી. આજે મરીન પોલીસે અને કોસ્ટગાર્ડ એકસાથે મળીને કામ કરે છે. સમૃદ્ધિ પોલીસ સ્ટેશનની સંખ્યા પણ ખૂબ વધી છે. મુંબઈ હુમલામાં સમૃદ્ધના રસ્તેથી આતંકવાદી આવ્યા અને અંજામ આપી ગયા હતા. મોદી સરકારની નીતિનો મંત્ર એ જ છે કે સીમા સુરક્ષિત હોય, સેના આત્મનિર્ભર હોય અને આતંકવાદ પર નિર્ણાયક પ્રહાર હોય જેના પર મોદી સરકાર કામ કરે છે.' વધુમા રાયે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીની ભૂમિ પર દેશના સમુદ્રની સુરક્ષા તેમજ સમુદ્રના આસપાસના વિકાસ પર ચર્ચા કરવામાં આવી છે. દેશની અર્થ વ્યવસ્થાને સમૃદ્ધિનો રસ્તો અહીંયાથી જ પસાર થાય છે. સમુદ્રનું સંરક્ષણ અને સમુદ્રી જીવોનું સંરક્ષણ એ સહિતના તમામ મુદ્દાઓ પર બે દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 900 જેટલા શોધકર્તા વિદ્યાર્થીઓ અને નિષ્ણાતો ભાગ લઇ રહ્યા છે. જે વિષય ઉપર ચર્ચા કરવામાં આવશે તેના પર યોગ્ય નિર્ણય આવશે. તેમજ તેના આધારે અમે કામગીરી પણ કરશે. મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા અને વિચાર વિમર્શ નેશનલ કોન્ફરન્સનો મુખ્ય હેતુ ભારતના દરિયાકાંઠાના પર્યાવરણનું સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, ટકાઉ વિકાસ, કોસ્ટલ સમુદાયોના વિકાસ તથા મેરિટાઇમ ક્ષેત્રમાં સંશોધન અને જ્ઞાનના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે. કોન્ફરન્સ દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા નિષ્ણાતો, શિક્ષણવિદો, સંશોધકો તથા વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા દરિયાઈ સુરક્ષા, પર્યાવરણ, મેરિટાઇમ ક્ષેત્ર અને ટકાઉ વિકાસ સહિતના મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા અને વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. 139 Rare Booksનું લોન્ચિંગ તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને રિસર્ચ સ્કોલર્સ દ્વારા વિવિધ વિષયો પર આશરે 160 સંશોધન પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. તેની સાથે સાથે ગુજરાત યુનિવર્સિટી એલ્યુમ્નિ કનેક્ટ ડિજિટલ પોર્ટલ અને A Collec-tion of 139 Rare Booksનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સનું આયોજન ભારત સરકાર, સીમા જાગરણ મંચ, સિલ્વર ઓક યુનિવર્સિટી અને ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. જેમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના અધિકારીઓ અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    માતા ટિકિટ લેવા ગઈ મુકબધિર બાળક એકલો બસમાં ચડી ગયો:અંધજન મંડળ BRTS સ્ટેન્ડથી ચંડોળા BRTS સ્ટેન્ડ પહોંચી ગયો, CCTV સિક્યુરિટી એજન્સીની સતર્કતાથી માતા-પિતા સાથે મિલન થયું
    Next Article
    જૂની જર્જરિત પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત:રામપુરા કટોસણમાં ગ્રામજનોની રજૂઆત બાદ તંત્ર જાગ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment