Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં પૂરનો મહાવિનાશ, સમગ્ર જિલ્લો જળમગ્ન:અનાજ, કિંમતી સામાન અને ઢોરઢાંખર બચાવવા લોકો ઘરમાં જ રોકાઈ રહ્યા, રેસ્ક્યૂ બોટ જવા છતાં બહાર આવવા તૈયાર નથી

    22 hours ago

    નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં આવેલા ભયાનક પૂરે સમગ્ર વિસ્તારમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જીને જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. સુરત, બારડોલી અને ગણદેવીને જોડતા તમામ સ્ટેટ હાઇવે બંધ થઈ જતાં સમગ્ર જિલ્લો સંપર્ક વિહોણો બન્યો છે, જ્યારે નવસારી શહેરનો 40 ટકા જેટલો વિસ્તાર કમરબૂડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પૂરના વધતા પાણી વચ્ચે પણ સ્થાનિક લોકો અનાજ, કિંમતી સામાન અને ઢોરઢાંખર સાચવવાની લ્હાયમાં ઘરો છોડવા તૈયાર નથી, જેના કારણે રેસ્ક્યૂ બોટ પહોંચવા છતાં બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સુરક્ષિત આશ્રયસ્થાનોમાં પણ પાણી ફરી વળ્યા (ટાટા હાઇસ્કૂલ) નવસારીના ટાટા હાઇસ્કૂલ ખાતે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતરિત કરીને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા હતા. પરંતુ હાઇસ્કૂલ પરિસરની ચારેય તરફ પાણી ભરાઈ જતાં આશ્રયસ્થાનોમાં રહેલા લોકો બીજી વખત પૂરમાં ફસાયા હોય તેવી વિષમ સ્થિતિ નિર્માણ પામી છે. શાંતાદેવી વિસ્તારમાં 12 ફૂટ પાણી, હીરા ઉદ્યોગ ઠપ્પ પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી જતાં શાંતાદેવી વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા અને આખો વિસ્તાર 12 ફૂટ જેટલા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ વિસ્તાર નવસારીના હીરા ઉદ્યોગનું મુખ્ય હબ ગણાય છે. છેલ્લા 5 દિવસથી પૂરના પાણી ભરાયેલા રહેવાથી તમામ હીરા કારખાના બંધ રહ્યા છે. કારખાનાઓ અને ઘરોમાં પાણી ફરી વળતાં રત્નકલાકારો તથા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અહીં 3000થી વધુ પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજની પોલ ખુલી નવસારી શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતો ઓવરબ્રિજ પૂર્ણા નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વિજલપોર/જલાલપોર તરફ ઉતરતો બ્રિજનો ઢાળ અને નીચેનું ગરનાળું પાણીમાં ડૂબી જતાં દરરોજ અવરજવર કરતા 50,000થી વધુ નાગરિકો અટવાઈ પડ્યા છે. ચોમાસામાં પણ વાહનવ્યવહાર ચાલુ રહે તેવા હેતુથી કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજનો ઉપયોગ ન થઈ શકતાં નબળી ડિઝાઇન અને તંત્રના અણઘડ આયોજન સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. ઊંડાચ ગામમાંથી 4 મૃતદેહ મળ્યા, 5થી વધુ લોકો લાપતા ગ્રામ્ય વિસ્તારોમાં અનાજ, કિંમતી સામાન અને ઢોરઢાંખર બચાવવાની લ્હાયમાં લોકો ઘરમાં જ રોકાઈ રહ્યા છે અને રેસ્ક્યૂ બોટ જવા છતાં બહાર આવવા તૈયાર થતા નથી, જેના કારણે તંત્રની ચિંતા વધી છે. કાવેરી નદીના રૌદ્ર સ્વરૂપે ગણદેવીના ઊંડાચ ગામમાં વિનાશ વેર્યો છે, જ્યાંથી 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને 5થી વધુ લોકો લાપતા છે. આ ઉપરાંત, વાંસદાના મોટી વાલઝર પુલ પરથી એક યુવકે કાવેરી નદીમાં કુદકો માર્યો હતો, જેની શોધખોળ ચાલુ છે. પ્રતાપનગરથી વાંસદા જતો માર્ગ ધોવાઈ જતાં રસ્તો બંધ થયો છે. આર્મી, NDRF અને SDRFનું મહા-રેસ્ક્યૂ ઓપરેશન સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરાથી ભારતીય સેનાના 60 જવાનની વિશેષ ટુકડી તેમજ NDRF અને SDRFની 4 ટુકડી તહેનાત કરવામાં આવી છે: '1994 પછીની આ સૌથી મોટી રેલ આવી' : સ્થાનિક રહીશ અમલસાડના સ્થાનિક રહીશ યોગેશ કુમારે જણાવ્યું હતું કે, 1994 પછીની આ સૌથી મોટી રેલ (પૂર) આવી છે. ધમડાછા ગામમાં ફસાયેલા વ્યક્તિને બચાવવા માટે આર્મીની ટીમે જીવના જોખમે ખૂબ જ સાહસપૂર્વક રેસ્ક્યૂ કર્યું છે, તે માટે અમે આર્મી અને NDRFની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ફસાયેલા વિજયભાઈને બચાવીને 108 મારફતે PHC ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ‘લોકો ઘરનો સામાન-વસ્તુઓ સાચવવા માટે જીવના જોખમે ઘરમાં રહે છે’ લોકો પોતાના ઘરનો સામાન અને વસ્તુઓ સાચવવા માટે જીવના જોખમે ઘરમાં રહે છે અને રેસ્ક્યૂ ટીમ બોટ લઈને જાય તો પણ બહાર આવવા તૈયાર થતા નથી. મારી ગામ લોકોને નમ્ર અપીલ અને વિનંતી છે કે, બચાવ ટીમ અને NDRFને પૂરતો સહકાર આપો, જેથી બચાવ કામગીરી યોગ્ય રીતે થઈ શકે. વોર્ડ નંબર 8માં વધારે પાણી ભરાયા વોર્ડ નં. 8ના કોર્પોરેટર અલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડ નંબર 8માં વધારે પાણી ભરાવાથી અમે તમામ કોર્પોરેટરો અને આગેવાનો સપોર્ટમાં અહીં હાજર છીએ. નીચાણવાળા વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે, પાણી આવવાનું છે, તેથી ઘર ખાલી કરી દો. છતાં પણ જે લોકો રહી ગયા છે અને જેમને જરૂર છે તેમના માટે ફૂડ પેકેટ્સ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શનિવારથી જ ત્યાં ટેમ્પો મોકલીને ઉપરના વિસ્તારમાં જવા અપીલ કરી હતી. છેલ્લા 3-4 દિવસથી જ્યારે પાણી આવવાનું શરૂ થયું ત્યારથી જ અમે, નગરપાલિકાનો સ્ટાફ તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સતત લોકોની સેવામાં ખડેપગે લાગેલા છીએ. નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને ડી.ડી. ગર્લ્સ સ્કૂલ અને અનાવલ વાડીમાં શિફ્ટ કરાયા નગરસેવક દિવ્યાંકાંત પનારાએ જણાવ્યું હતું કે, પૂરના પાણી ભરાવાથી રૂસ્તમ વાડી અને ઠક્કરબાપા આવાસ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને ડી.ડી. ગર્લ્સ સ્કૂલ અને અનાવલ વાડીમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અમે વારંવાર અપીલ કરી અને 4-4 વાર ટેમ્પો મોકલ્યા છતાં પણ જે લોકો બહાર નીકળવા તૈયાર નહોતા, તેમના માટે અત્યારે 400થી 500 ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવ્યા છે. પાણી ઓસર્યા બાદની સફાઈ કામગીરી માટે પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પીવાના પાણીની વ્યવસ્થા અને વીજળી પૂર્વવત કરવા માટે DGVCL/GEBને પણ જાણ કરી દેવાઈ છે, જેથી પાણી ઉતરતા જ ટ્રાન્સફોર્મર સાફ કરી તુરંત લાઈટ ચાલુ કરી શકાય. ફસાયેલા 2500થી વધુ લોકો માટે તંત્ર દ્વારા રસોઈની વ્યવસ્થા
    Click here to Read More
    Previous Article
    આજે પણ અમદાવાદમાં રેડ એલર્ટ:બાવળાના 'ગેલોપ્સ પાર્ક'માં ફસાયેલા 900 લોકોનું રેસ્ક્યૂ, બેઝમેન્ટમાં ગાડીઓ ડૂબી; આવતીકાલે તમામ શાળા-કોલેજો બંધ
    Next Article
    અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ એરિયામાં પાણી ભરાયા:પાણીનો નિકાલ થયા બાદ સ્થિતિમાં સુધારો થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment