Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્ત્રાપુરના ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરમાં 45 દુકાનો પાણીમાં ડૂબી:કરોડોનું નુકસાન; રોજીરોટી અને જીવનનો સવાલ, સરકાર વળતર આપે: વેપારી

    18 hours ago

    અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે શહેરમાં અનેક વિસ્તારો વરસાદી પાણીથી ભરાયા છે. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે લોકોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે વસ્ત્રાપુર વિસ્તારમાં ડ્રાઇવઇન રોડ ઉપર આવેલા ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. શોપિંગ સેન્ટરમાં આવેલી અંદાજિત 45 જેટલી દુકાનો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હોવાના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકથી આ સ્થિતિ હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને નેતાઓની મદદ મળી નથી ત્યારે વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. ડ્રાઇવઇન રોડ પર ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરની દુકાનોમાં પાણી ઘૂસ્યા દિવ્ય ભાસ્કરની ટીમ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ડ્રાઇવઇન રોડ ઉપર આવેલા ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટર ખાતે પહોંચી હતી. શોપિંગ સેન્ટરમાં આવેલા ભોયરામાં કેફે, ઝેરોક્ષ, ખાણીપીણી, પાન પાર્લર અને મોબાઈલ ફોન સહિતની અંદાજિત 45 જેટલી દુકાનો આવેલી છે. જે અડધા ઉપરની દુકાનો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. ભોયરામાં પાણી ભરાઈ ગયું હોવાના કારણે દુકાનો પાણીમાં ગરકાવ થઈ જતા વેપારીઓની દુકાનમાં પણ પાણી જતા રહ્યા છે. પાણી દુકાનમાં જતા રહ્યા હોવાના કારણે વેપારીઓનો માલ ખરાબ થઈ ગયો છે. દરેક વેપારીને 5થી 10 લાખ રૂપિયાનું નુકસાન ભોંયરામાં પાણી ભરાયેલું છે અને દુકાનો આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ત્યારે દરેક વેપારીને 5થી 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. લાખો રૂપિયાનો માલ દુકાનમાં છે અને જ્યારે પાણી ઉતરશે ત્યારે દુકાન ખોલ્યા બાદ ખરેખર ખબર પડશે કે કેટલું નુકસાન થયું છે, પરંતુ અત્યારે તો તંત્ર તરફથી કોઈ મદદ મળી નથી. ગઈકાલ બપોરથી જ આ સ્થિતિ ઊભી થઈ છે અને દર ત્રણ ચાર વર્ષે આવી સ્થિતિ ઊભી થાય છે તેમ છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કોઈ કામગીરી કરતું નથી તેઓ આક્ષેપ વેપારી દ્વારા કરવામાં આવ્યો છે. મદદ નહીં મળે તો ભૂખ હડતાળ કરીશું: વેપારી પ્રકાશ ગોહિલ નામના વેપારીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વસ્ત્રાપુર વિસ્તારમાં ડ્રાઇવઇન રોડ પર ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરમાં પોશાક નામની ટેલર્સ નામની મારી દુકાન છે. જેમાં અંદાજિત 18થી 20 લાખ રૂપિયાનો માલ પડ્યો છે. બધુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અમે ગઈકાલે બપોરથી આ સ્થિતિમાં છીએ. કોઈપણ પ્રકારની તંત્ર તરફથી અમને મદદ મળી નથી. તંત્ર તાત્કાલિક ધોરણે મદદ કરે અને અમને રાહત આપે એવી અમે રજૂઆત કરીએ છીએ. જો તાત્કાલિક ધોરણે અમને મદદ નહીં મળે તો વેપારીઓ બપોરે બે વાગ્યાથી ભૂખ હડતાલ પર ઉતરી જશે. ‘નેતાઓ મત લેવા અને કોર્પોરેશન ટેક્સ લેવા આવે છે, મદદે કોઈ નથી આવતું’ દર ત્રણથી ચાર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ અહીંયા થતું હોય છે. લાખો રૂપિયાનું નુકસાન થાય છે અને અમે બેઠા થઈએ ત્યાં ફરી આવી સ્થિતિ સર્જાઈ જાય છે. રાજકીય નેતાઓ મત લેવા માટે અહીંયા આવી જાય છે અને કોર્પોરેશન ટેક્સ લેવા આવી જાય છે. જો અમારો ટેક્સ બાકી હોય તો તાત્કાલિક દુકાનને સીલ કરી દે છે. ત્યારે વેપારીઓ આવી મુશ્કેલીમાં હોય ત્યારે કેમ કોર્પોરેશન કે નેતાઓ મદદે આવતા નથી. ત્રણથી ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું: પ્રદીપ પટેલ ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરમાં નમો પાન પાર્લર નામની દુકાન ધરાવનાર પ્રદીપ પટેલ નામના વેપારીએ જણાવ્યું હતું કે ત્રણથી ચાર લાખ રૂપિયાનું અમારું અહીંયા નુકસાન થઈ ચૂક્યું છે. લાખો રૂપિયાનું અમને નુકસાન ગયું છે અમે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પાસે મદદ માંગી છે, પરંતુ હજી સુધી અમને મદદ મળી નથી. અમે ઘણા ફોન કર્યા પરંતુ હજી સુધી અમને કોઈ મદદ મળી નથી. રોજીરોટી અને જીવનનો સવાલ, સરકાર વળતર આપે: અંકિત શાહ અંકિતભાઈ શાહ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે આ પરિસ્થિતિનું નિર્માણ ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરમાં થયું છે ત્યારે મેયર હિતેશ બારોટનો અમે સંપર્ક કર્યો છે ત્યારે તેમણે કહ્યું હતું કે આખા અમદાવાદ શહેરમાં આવી સ્થિતિ સર્જાય છે ત્યારે તમે અમને થોડો સમય આપો. જોકે અમે કોર્પોરેશન તંત્રને ફોન કરી રહ્યા છીએ, પરંતુ સતત ફોન વ્યસ્ત આવી રહ્યા છે. લાખો રૂપિયાનું નુકસાન અમને થઈ રહ્યું છે ત્યારે અમે એક જ માગ કરી રહ્યા છે કે અમને આ બાબતે વળતર આપવામાં આવે. દરેકના રોજીરોટી અને જીવનનો સવાલ હોવાથી સરકાર અમારી સામે જોઈ અને વળતર આપે એવી અમે માગ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    CJPએ કહ્યું- પ્રધાનના રાજીનામા પર સરકાર કાલે જવાબ આપશે:આત્મહત્યા કરનારા NEET વિદ્યાર્થીઓના પરિવારને વળતર આપવા અને કેસ પાછા ખેંચવા તૈયાર
    Next Article
    આજે પણ અમદાવાદમાં રેડ એલર્ટ:બાવળાના 'ગેલોપ્સ પાર્ક'માં ફસાયેલા 900 લોકોનું રેસ્ક્યૂ, બેઝમેન્ટમાં ગાડીઓ ડૂબી; આવતીકાલે તમામ શાળા-કોલેજો બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment