Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવ મંદિરે કીડીયારું ઉભરાયું:શ્રાવણ માસના અંતિમ દિવસે શ્રદ્ધા, ભક્તિ અને સેવાભાવનો મહાસાગર, હજારો ભક્તો દરિયામાં ડૂબકી લગાવી નિષ્કલંક થયા

    7 hours ago

    ભાદરવી અમાસ નિમિતે નિષ્કલંક મહાદેવ મંદિરે દેશભરમાંથી હજારો ભક્તોએ દરિયામાં ડૂબકી લગાવી નિષ્કલંક થયા,હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી દ્વારા કોળિયાકના મેળામાં અનેકવિધ સેવાકીય કાર્યોની સરવાણી 5 ટન જેટલી લાડુ પ્રસાદી તૈયાર કરવામાં આવશે ASP, 8 PI, 14 PSI, 1021 પોલીસ જવાન, હોમગાર્ડ,GRD સહિતનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો કોળીયાક ગામે સમુદ્રમાં બિરાજમાન પાંડવ કાલિન ઐતિહાસિક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં છેલ્લા બે દિવસથી ચાલતા લોકભાતીગળ મેળાનું આજે સમાપન થયું છે જેમાં ભારત ભર માંથી દૂર દૂરથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નિષ્કલંક મહાદેવના દર્શન કરી સમુદ્રમાં સ્નાન કરી પોતાની જાતને ધન્યતા અનુભવી હતી, રાજવી પરીવારની પહેલી ધજા ચડવામાં આવે છે ભાદરવી અમાસને લઈને કોળીયાક ગામે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગત સાંજ થી મેળાનો આરંભ થયો હતો અને આજે ઢળતી સાંજે આ લોકમેળાનુ ભવ્ય સમાપન થશે, આધ્યાત્મિક આસ્થા ધરાવતા શિવભક્તો દૂર દૂર થી ઉમટી પડયા હતાં અને સવારે નકળંગ ના દરિયે જાણે કિડીયારૂ ઉભરાયુ હોય એવું દશ્ય ખડું થયું હતું, આ વર્ષે વહેલી સવારે પાણી ઓસરવાના શરૂ થયા એ વખતે ઘોઘા બંદરેથી રાજવી પરીવારની ધજા હોડી મારફતે નિષ્કલંક મહાદેવના ઓટલે પહોંચી હતી, જેમાં રાજ પરીવારના સભ્યોએ મહાદેવની પૂજા કરી પ્રથમ ધજા ચડાવી હતી ત્યારબાદ પાણી હટતા પોલીસે દર્શન માટે શ્રદ્ધાળુઓ ને લીલીઝંડી આપતાં સેંકડો લોકો નો સમુહ ઝડપભેર દર્શન કરવા આગળ વધ્યો હતો, આ દ્રશ્ય ખરેખર અદ્દભુત હતું. "નિષ્કલંક મહાદેવ" તરીકે જગ પ્રખ્યાત લોકવાયકા અનુસાર....હિંદુ ધર્મની માન્યતા અનુસાર મહાભારત યુદ્ધ દરમ્યાન થયેલ પોતાના જ સગાઓ ને મારી નાખવાનું પાપ કરવામાં આવ્યું હતું અને આ પાપને કારણે પાંડવો દુઃખી થયા હતા અને તેથી તેમણે ભગવાન શ્રીકૃષ્ણ પાસે પોતાના દુઃખ દૂર કરવા માટે ગયા હતા, ત્યારે ભગવાને પાંડવોને એક કાળો ધ્વજ અને એક કાળી ગાય આપીને કહ્યું હતું કે તમારે આ ધ્વજ સાથે રાખીને ગાયની પાછળ જવું પડશે. જ્યારે આ ગાય અને ધ્વજ સફેદ થઈ જશે ત્યારે તમને માફી મળી ગઈ એમ સમજવું. ભગવાનની આજ્ઞા અનુસાર તેઓ પાંડવો નીકળી પડ્યા અને 68 તીર્થ યાત્રા કર્યા પછી ગુજરાતના ભાવનગર નજીકના કોળિયાક ગામના સમુદ્ર કિનારે પર પહોંચ્યા ત્યારે ગાય અને ધ્વજનો રંગ બદલાઈને સફેદ થઈ ગયો હતો. આમ, પાંડવોના પાપોનો પ્રાયશ્ચિત થયું હતું, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને કીધું હતું કે તમારે ભગવાન શંકરનું પ્રાયશ્ચિત તપ કરવું પડશે. એમણે ત્યાં ભગવાન શંકરની પૂજા-અર્ચના કરી હતી. ભગવાન શંકર પાંડવોની ભક્તિથી પ્રભાવિત થઈ ગયા હતા. અને પાંડવો દ્વારા કોળિયાક ખાતે પાંચ શિવલીંગની સ્થાપના કરવામાં આવી હતી અને આ મહાદેવને "નિષ્કલંક મહાદેવ" તરીકે જગ પ્રખ્યાત થયું હતું, વહીવટી તંત્ર પણ ખડેપગે તૈનાત રાજ્ય તથા પરપ્રાંતો માથી પણ બસો ભરી ભરીને ભક્તો ઉમટ્યા હતાં એ સાથે સાધુ-સંતોની હાજરી પણ નોંધપાત્ર જોવા મળી હતી આ મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, પીજીવીસીએલ, આરોગ્ય, ફાયરબ્રિગેડ, કોળી સેનાના સ્વયંસેવક યુવાનો સહિતના વિભાગો દ્વારા સુંદર વ્યવસ્થા-બંદોબસ્ત ગોઠવવામાં આવી હતી, મરીન પોલીસ દ્વારા પણ સમુદ્રમાં સ્પિડબોટ દ્વારા સતત પેટ્રોલીંગ શરૂ રાખ્યું હતું, આ ઉપરાંત, વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ચા-પાણી, નાસ્તો અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળામાં 1200 થી વધુ પોલીસકર્મીઓ ફરજ પર તૈનાત ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે આજરોજ નિષ્કલંક મહાદેવનાં સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો યોજાયો છે જેમાં મેળાની મહાત્મ્ય અને શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાને રાખી કુલ પોલીસકર્મીઓને ફરજ પર તૈનાત કરવામાં આવ્યાં છે. જેમાં એક 1 ASP, 8 PI, 14 PSI સાથે 1021 જેમાં પોલીસ જવાનો, સાગર રક્ષક દળ (SRD), ગ્રામ રક્ષક દળ, હોમગાર્ડ્સ તેમજ તાલીમ બદ્ધ સ્વયંસેવકો ખડેપગે તૈનાત રહેશે, સમગ્ર મેળા બંદોબસ્તનું સુપરવિઝન સી.સી.ટી.વી. અને ડ્રોન નેત્ર-માનવબળની સાથે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. સમુદ્ર કિનારે તેમજ સમગ્ર મેળા પરિસરમાં આકાશમાંથી સતત બાજ નજર રાખવા માટે હાઈ-રિઝોલ્યુશન ડ્રોન કેમેરા પેટ્રોલિંગ કરશે. જ્યારે સમગ્ર મેળા બંદોબસ્ત અનવ્યે કોળીયાક ગામ તરફ આવતા તમામ મુખ્ય માર્ગો, પાર્કિંગ પ્લોટસ અને દરિયાકાંઠાના વિસ્તારોને આવરી લેતા હંગામી સી.સી.ટી.વી. કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. દરિયાકિનારે ઊંચા વોચ ટાવર પરથી દૂરબીન અને વાયરલેસ સેટ સાથે સતત વોચ રાખવામાં આવશે તેમજ દરિયામાં તરવૈયાઓ સાથે સજ્જ રેસ્ક્યુ બોટ સ્ટેન્ડબાય રખાઈ છે અહીં ભાવનગર ઉપરાંત ભારતભર માંથી યાત્રાળુઓ પવિત્ર સ્નાન અર્થે આવતા હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થી જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મેળા દરમિયાન સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં આજે જાહેરક્ષેત્રની બેંકોમાં હડતાળ:વિતમંત્રી કી તાનાશાહી નહીં ચલેગીના નારા સાથે 8 હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાયા, 26 સપ્ટેમ્બરથી અનિશ્ચિત મુદતની હડતાલ પર જવાની ચીમકી
    Next Article
    રોડ ક્રોસ કરતા વૃદ્ધને એક્ટિવા ચાલકે ટક્કર મારી, CCTV:મોટેરા સ્ટેડિયમ પાસે ટુ-વ્હીલર પર સવાર 3 યુવકો અને વૃદ્ધ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment