Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઇક ચોરી માલિકને ફોન કરી ખંડણી માંગી, CCTV:વરાછામાં 3 ચોર દોઢ મિનિટમાં 2 લાખની સ્પોર્ટ્સ બાઈકને પગથી ધક્કો મારી ફરાર

    8 hours ago

    સુરત શહેરમાં વાહન ચોર ટોળકીનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. વરાછાની જાણીતી જયભવાની સોસાયટીમાંથી રાત્રિના અંધકારમાં ત્રણ અજાણ્યા શખસો આશરે 2 લાખ રૂપિયાની કિંમતની મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઈક ચોરી કરી રફુચક્કર થઈ ગયા છે. આ સમગ્ર ચોરીની ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાઈક ચોરી ગયા બાદ માલિકને વોટ્સએપ કોલ કરી દસ હજાર રૂપિયાની ખંડણી પણ માગવામાં આવી હતી. પાર્કિંગમાંથી 2 લાખની સ્પોર્ટ્સ બાઈક ગાયબ મળતી વિગતો અનુસાર, વરાછા રોડ પર બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલી જયભવાની સોસાયટીના ઘર નંબર 13માં રહેતા દાનિયેલભાઈ કિરણભાઈ વસાવા નામના યુવકે પોતાની સફેદ કલરની કિંમતી યામાહા R15 સ્પોર્ટ્સ બાઇક (GJ-26-AG-8244) પોતાના ઘરના પાર્કિંગમાં લોક કરીને પાર્ક કરી હતી. મોડી રાત્રે આશરે 12:05 વાગ્યાના સુમારે બાઈક પર સવાર થઈને આવેલા ત્રણ અજાણ્યા શાતિર તસ્કરોએ આ સોસાયટીને નિશાન બનાવી હતી અને પાર્કિંગમાં ઘૂસી બાઈકનું લોક તોડી તેને ચોરી લીધી હતી. બીજી બાઈક વડે પગથી ધક્કો મારીને ભાગી છૂટ્યા સીસીટીવી ફૂટેજ ચકાસતા માલુમ પડ્યું હતું કે, બાઈક ચોરી કરવા માટે તસ્કરોએ અનોખી જ મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. ત્રણેય શખસો એક બાઈક પર આવ્યા હતા. ચોરી કર્યા બાદ ચાલુ ગાડીએ પાછળ બેસેલા શખસે ચોરી કરેલી સ્પોર્ટ્સ બાઈકને પોતાના પગ વડે પાછળથી ધક્કો મારવાનું શરૂ કર્યું હતું. આ રીતે બાઈકને ટોઇંગ કરીને ત્રણેય શખસો રાતોરાત વરાછા વિસ્તારમાંથી ફરાર થઈ ગયા હતા. ચોરી કર્યા બાદ માલિક પાસે રૂ. 10,000ની ખંડણી માંગી આ ઘટનામાં સૌથી વધુ ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે બાઈક ચોરી કર્યાના થોડા સમય બાદ શાતિર તસ્કરોએ બાઈકના મૂળ માલિક દાનિયેલભાઈનો મોબાઈલ નંબર કોઈક રીતે મેળવી લીધો હતો. તસ્કરોએ પોલીસ પકડથી બચવા માટે સામાન્ય સેલ્યુલર કોલ કરવાને બદલે ઇન્ટરનેટ આધારિત વોટ્સએપ કોલ કર્યો હતો. ફોન પર તસ્કરોએ ધમકીભર્યા લહેજામાં જણાવ્યું હતું કે, જો તારી 2 લાખની સ્પોર્ટ્સ બાઈક પાછી જોઈતી હોય તો છાનોમાનો 10,000 રૂપિયા ઓનલાઈન આપી દે, નહીંતર બાઈક ભૂલી જજે. તસ્કરોની આ હિંમત જોઈને વાહન માલિક પણ સ્તબ્ધ થઈ ગયા હતા. વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવક દાનિયેલ વસાવાએ તાત્કાલિક વરાછા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને વાહન ચોરી અંગેની લેખિત અરજી સાથે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગાડીના એન્જિન નંબર (G3N4EO731849) અને ચેસીસ નંબરના આધારે તેમજ સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવીને તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વરાછામાં જાહેરમાં બાઈક ચોરી કરી ફોન પર ખંડણી માંગવાની આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઉદ્ધવની પાર્ટી તૂટી, રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં ગાળો આપી:9માંથી 6 સાંસદો બળવાખોર; 4 વર્ષ પહેલાં શિંદે 39 ધારાસભ્યો સાથે અલગ થયા હતા
    Next Article
    How Xi Jinping Became the Most Powerful Man in the World

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment