Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં આજે જાહેરક્ષેત્રની બેંકોમાં હડતાળ:વિતમંત્રી કી તાનાશાહી નહીં ચલેગીના નારા સાથે 8 હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાયા, 26 સપ્ટેમ્બરથી અનિશ્ચિત મુદતની હડતાલ પર જવાની ચીમકી

    7 hours ago

    જાહેરક્ષેત્રની બેંકોમાં કર્મચારીઓ અને અધિકારીઓનું 90 ટકા પ્રતિનિધિત્વ ધરાવતા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા હડતાળ પાડવામાં આવી છે. જેને પગલે વડોદરાની 800 બ્રાન્ચના 8000 કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. જેથી બેન્કિંગ સેવાને અસર પહોંચી છે. આજે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડા ખાતે મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ એકત્ર થયા હતા અને ભારે સુત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિતમંત્રી કી તાનાશાહી નહીં ચલેગીના નારા લગાવ્યા હતા. આજની હડતાલ પછી પણ જો પડતર માંગણીઓ નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી આવી છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સની સેન્ટ્રલ કમિટી અધ્યક્ષ કૈલાશ કેમકર એ જણાવ્યું હતું કે, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા આજે હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ હડતાલની મુખ્ય માગણીઓ 5 ડે બેંકિંગ લાગુ કરવાની છે. આ ઉપરાંત, અગાઉ સેટલ ન થયેલા જે બાકી મુદ્દાઓ છે તેને વહેલી તકે ઉકેલવામાં આવે તથા પ્રોડક્ટિવિટી લિંક્ડ ઇન્સન્ટિવમાં જે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે તે દૂર કરવામાં આવે. જો સરકાર સાથે વાટાઘાટો નિષ્ફળ જશે તો 26 સપ્ટેમ્બરથી અનિશ્ચિત મુદતની હડતાલ પર જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજના વિરોધ પ્રદર્શન અંગે વાત કરીએ તો ગુજરાતમાં અંદાજે 70થી 75 હાજર જેટલા કર્મચારીઓ જોડાયા છે, જ્યારે સમગ્ર દેશભરમાં અંદાજે 7 લાખ જેટલા બેંક કર્મચારીઓ આ હડતાલમાં ભાગ લઈ રહ્યા છે. શું છે માંગણીઓ યુનિયનની મુખ્ય માગમાં 5 દિવસનું કામકાજ છે ગ્રેજ્યુઈટીની મર્યાદામાં સુધારો પેન્શન અપડેશન એનપીએસ ટુ ઓપીએસ 4 ટકા સરકાર તરફથી એનપીએસ કર્મચારીઓને આપવામાં આવતો લાભઈન્કમટેક્ષમાં ન ગણવો નિવૃત કર્મચારીઓનો ઈન્સ્યોરન્સ પ્રિમીયમ
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશી પાસેથી ગિફ્ટ મેળવીને ઇમોશનલ થયો શમી:100મી મેચ જીતીને સર્જાયા ભાવુક દૃશ્યો, ‘બેબી બોસ’નાં ભરપેટ કર્યા વખાણ, કહ્યું- 'મારા કરિયર જેટલો નાનો છે આ બાળક'
    Next Article
    કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવ મંદિરે કીડીયારું ઉભરાયું:શ્રાવણ માસના અંતિમ દિવસે શ્રદ્ધા, ભક્તિ અને સેવાભાવનો મહાસાગર, હજારો ભક્તો દરિયામાં ડૂબકી લગાવી નિષ્કલંક થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment