Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓઇલ પામની વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ:લુણાવાડાના રામ પટેલના મુવાડા ગામે 100થી વધુ ખેડૂતોએ લીધો ભાગ

    1 day ago

    મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા રામ પટેલના મુવાડા ગામે બાગાયત સહાય યોજનાઓ તેમજ ઓઇલ પામની વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં લુણાવાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી 100 થી વધુ ઉત્સાહી ખેડૂતોએ હાજરી આપીને વિસ્તૃત માહિતી મેળવી હતી. વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક પદ્ધતિઓનું માર્ગદર્શન અપાયું તાલીમ શિબિરમાં મદદનીશ બાગાયત નિયામક મનોજ આર. ટાકે ઓઇલ પામની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ, યોગ્ય જમીન, વાવેતર, ખાતર, સિંચાઈ, રોગ નિયંત્રણ અને માર્કેટિંગ વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. આ સાથે જ તેમણે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ ઘટાડવા પ્રાકૃતિક ખેતી અપનાવવા ખાસ અપીલ કરી હતી. બાગાયત યોજનાઓ અને આવકની સમજ આપી કાર્યક્રમ દરમિયાન બાગાયત અધિકારી સચિન ડી. ધોતીએ બાગાયત ખાતા દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સહાય યોજનાઓ અને ઓઇલ પામની ખેતી દ્વારા લાંબા ગાળે મેળવી શકાતી આર્થિક આવક વિશે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે ખેડૂતો દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોના અધિકારીઓ દ્વારા સ્થળ પર જ યોગ્ય જવાબો આપવામાં આવ્યા હતા. પ્રગતિશીલ ખેડૂતે સફળતાના અનુભવો કર્યા રજૂ શિબિરમાં પતંજલિ ફૂડ્સ લિમિટેડના ભાનુ પ્રતાપજીએ ઓઇલ પામ વિશે ઉપયોગી વિગતો પૂરી પાડી હતી. ઉપરાંત આણંદના પ્રગતિશીલ ખેડૂત મનહરભાઈએ 2009 થી પોતે કરી રહેલી ઓઇલ પામની સફળ ખેતીના અનુભવો અન્ય ખેડૂતો સાથે શેર કરીને તેમને આ ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બાઈક રેલી પૂર્ણ કરનાર કદવાલના 6 કાર્યકરોનું સન્માન:ભાજપની સંગઠન મિટિંગમાં આગેવાનોએ કર્યા સન્માનિત, સંગઠન મજબૂત કરવા અપીલ
    Next Article
    Mary Kom, Pramod Bhagat, Mahesh Bhupathi Back Delhi Half Marathon Initiative

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment