Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરિયાપુર પોલીસના બંદોબસ્ત સાથે મનપસંદ જીમખાનાને સિલ કરાયું:રહેણાક મકાનને કોમર્શિયલ તરીકે ઉપયોગમાં લેવાતું હતું, SMCની રેડમાં 187 જુગારીઓ ઝડપાયા'તા

    19 hours ago

    અમદાવાદના દરિયાપુરના મનપસંદ જીમખાના સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરી છે. અગાઉ બિનઅધિકૃત બાંધકામ સામે કાર્યવાહી કર્યા બાદ હવે ગ્રાઉન્ડ ફ્લોર સિવાય બાકીના અન્ય બાંધકામમાં રહેણાંકના બદલે કોમર્શિયલ તરીકે વપરાશમાં લેવામાં આવતું હોવાનું સામે આવતા મનપસંદ જીમખાનાને સિલ કરવામાં આવ્યું છે. દરિયાપુર પોલીસના બંદોબસ્ત વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે કાર્યવાહી કરી છે. અગાઉ પણ રેડ અને તપાસ બાદ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી થઈ હતી. થોડા સમય પહેલા SMC દ્વારા રેડ કરવામાં આવતા 187 જેટલા લોકો જુગાર રમતા ઝડપાયા હતા. કોઈએ પ્રવેશ કરવો નહીં અને કોઈને પ્રવેશ કરવા દેવો તે પ્રકારના લખાણ સાથે નોટિસ પણ લગાવવામાં આવી છે. મંજૂર નકશા વિરુદ્ધ જીમખાનામાં બિનઅધિકૃત પ્રવૃત્તિ ચલાવતા સિટી સર્વે નંબર 3256, 3258, 3271થી 3295 તથા શીટ નં. 30માં આવેલા મનપસંદ જીમખાના સહિતની જગ્યા અગાઉ રજાચિઠ્ઠીથી મંજુર કરાવવામાં આવી હતી. જેમાં બાંધકામના રેકોર્ડમાં ગ્રાઉન્ડ ફ્લોર કોમર્શિયલ, ફર્સ્ટ ફ્લોર રહેણાક, સેકન્ડ ફ્લોર રહેણાક તથા પાર્ટ થર્ડ ફ્લોરનું બાંધકામ દર્શાવવામાં આવ્યું હતું. જો કે મંજૂર નકશા વિરુદ્ધ જીમખાના તરીકે બિનઅધિકૃત પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ મિલકત સામે અગાઉ પણ AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. AMCએ અગાઉ પણ કાર્યવાહી કરી હતી અગાઉ પાર્ટ થર્ડ ફ્લોરમાં કરવામાં આવેલા વધારાના બિનઅધિકૃત બાંધકામને દૂર કરવામાં આવ્યું હતું. તે સમયે પણ મિલકતના મંજૂર પ્લાન અને વાસ્તવિક બાંધકામ વચ્ચેના તફાવતને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થળ પર મંજૂર ઉપયોગ કરતાં અલગ રીતે મનપસંદ જીમખાના તરીકે વપરાશ ચાલુ હોવાનું સામે આવતા AMCની ટીમે ફરી કાર્યવાહી કરી છે.
    Click here to Read More
    Previous Article
    જન્માષ્ટમી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે:રાજકોટના લોકમેળામાં દૈનિક 4 કલાક પ્રસ્તુતિ માટે કલાકારો - ગ્રુપો પાસેથી અરજીઓ મંગાવાઈ
    Next Article
    કચ્છના રણમાંથી સંશોધકોને પ્રાચીન વસાહત મળી:100થી વધુ માનવ હાડપિંજરો, માટીના વાસણો, તાંબાના સિક્કા, બાંધકામના અવશેષો પ્રાપ્ત થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment