Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં પૂરી:વિકાસ કામોની ચર્ચા માટે સમય નથી કે વિઝન તેવો ગણગણાટ શરૂ થયો

    7 hours ago

    મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જોકે, આ બેઠક ગણતરીની મિનિટોમાં જ પૂરી થઈ ગઈ હતી. આના કારણે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને સભ્યો પાસે જિલ્લાના વિકાસ કામોની ચર્ચા કરવા માટે સમય નથી કે શું, તેવો ગણગણાટ શરૂ થયો હતો. આ બેઠક મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરિયાના અધ્યક્ષ સ્થાને સભા ખંડમાં યોજાઈ હતી. તેમાં 16મા નાણાપંચના 3.69 કરોડના આયોજન માટે સભ્યો પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી હતી. ડેપ્યુટી ડીડીઓનું વાહન બિનઉપયોગી બનતા આઉટસોર્સથી નવું વાહન રાખવાના એજન્ડાને મંજૂરી અપાઈ હતી. આ ઉપરાંત, સીએસ ફાઉન્ડેશન હેઠળ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયેલા 10 વિદ્યાર્થીઓને 15 હજારની સહાય આપવાના એજન્ડાને પણ મંજૂરી મળી હતી. માળિયા તાલુકાના નવાગામ ખાતે મંજૂર થયેલું સબ સ્ટેશન રાસંગપરમાં બનાવવા માટેનો ઠરાવ પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક ગણતરીની મિનિટોમાં પૂરી થઈ જતાં સવાલો ઉભા થયા છે. પદાધિકારીઓ કે સભ્યો પાસે ગ્રામ્ય વિસ્તારના લોકોની સુખાકારી વધારવા માટેના વિકાસ કામોની ચર્ચા કરવાનો સમય નથી, કે પછી તેમની પાસે વિકાસ કામો માટે કોઈ વિઝન નથી, તેવો ગણગણાટ ફરી શરૂ થયો છે.
    Click here to Read More
    Previous Article
    સંતરામપુરના ખેડાપા ગામે 7 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ:ખેડૂતના ઘર નજીક ઝાડ પર અજગર દેખાયો, વનવિભાગે જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો
    Next Article
    રાયગઢના વૈજનાથ મહાદેવને 45 કિલો કલરથી અદભુત શણગાર કરાયો:ચૌદશે ત્રિપુરા સુંદરી લલિતાદેવીનો શણગાર કરાયો, આવતીકાલે 1008 આરતી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment