Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાયગઢના વૈજનાથ મહાદેવને 45 કિલો કલરથી અદભુત શણગાર કરાયો:ચૌદશે ત્રિપુરા સુંદરી લલિતાદેવીનો શણગાર કરાયો, આવતીકાલે 1008 આરતી થશે

    7 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસને કારણે શિવભક્તોમાં ભક્તિનો માહોલ છે. શ્રાવણ માસ દરમિયાન જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં દરરોજ સાંજે ભગવાન શિવને અલગ અલગ શણગાર કરવામાં આવી રહ્યા છે. હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે આવેલા શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે ચૌદશે કલર વડે અનોખો શણગાર કરાયો હતો. વૈજનાથ મહાદેવ યુવક મંડળ દ્વારા ચૌદશે 45 કિલો અલગ અલગ કલરથી ત્રિપુરા સુંદરી લલિતાદેવીનો અદભુત શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગારમાં લાલ, લીલો, પીળો, સફેદ અને કાળા કલરનો ઉપયોગ કરીને રંગોળી બનાવવામાં આવી હતી. શ્રી વૈજનાથ મહાદેવ મંદિરના અર્પિત શુક્લાએ જણાવ્યું હતું કે, આવતીકાલે શ્રાવણ માસની અમાસે છેલ્લા દિવસે 1008 સમૂહ આરતી યોજાશે. હિંમતનગરની હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ અને ઝરણેશ્વર મહાદેવને ફૂલો, ગુલાબ, કમળ, બીલીપત્રો અને ગલગોટા વડે શણગારવામાં આવ્યા હતા. ઇડર તાલુકાના જાદર ગામે આવેલા મુઘણેશ્વર મહાદેવ મંદિરે પણ ગલગોટા અને અલગ અલગ ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં પૂરી:વિકાસ કામોની ચર્ચા માટે સમય નથી કે વિઝન તેવો ગણગણાટ શરૂ થયો
    Next Article
    રાજકોટમાં સાંઢીયા પુલ ખુલ્યો છતાં ટ્રાફિક સમસ્યામાં વધારો!:જામનગર રોડ પર બેરિકેડથી હજારો વાહન ચાલકો પરેશાન, કહ્યું-મોદી સાહેબ પેટ્રોલ બચાવવા કહે, આ તો પેટ્રોલનો બગાડ થાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment