Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોખંડની પાઇપ, ચપ્પુ લઈને યુવક પર તૂટી પડ્યા:'તને તો આજે મારી જ દેવો છે', વડોદરામાં અગાઉની અદાવતમાં જીવલેણ હુમલો; 7 સામે ગુનો દાખલ

    16 घंटे पहले

    વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જનપથનગર સોસાયટી પાસે જૂની અદાવત રાખીને એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવક પર લોખંડની પાઇપ, ચપ્પુ લઈને તૂટી પડ્યા હતાં અને કહ્યું હતું કે, 'તને તો આજે મારી જ દેવો છે'. આ મામલે મકરપુરા પોલીસે સાત આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂની અદાવતમાં સાત શખ્સોએ ઘાતક હુમલો કર્યો ફરિયાદી સુરજપ્રતાપ સુરેન્દ્રપ્રતાપ સિંહના જણાવ્યા અનુસાર, ગત તારીખ 27 જૂન 2026ના રોજ રાત્રિના આશરે 10 વાગ્યાની આસપાસ તેઓ જનપથનગર સોસાયટીના મેઈન ગેટ પાસે હતા. તે સમયે અગાઉ પોલીસ કેમ બોલાવેલી અને વારંવાર કેમ ટોકે છે, તેની અદાવત રાખીને સાત શખ્સોએ ઘાતક હુમલો કર્યો હતો. "તને તો આજે મારી જ દેવો છે" કહીને લોખંડની પાઇપ અને ચપ્પુ માર્યું હુમલાખોરોએ ફરિયાદીને "તને તો આજે મારી જ દેવો છે" તેમ કહી લોખંડની પાઇપ વડે માથાના ભાગે ફટકા માર્યા હતા. ત્યારબાદ ફરિયાદીને પકડીને બાંકડા પર નીચે પાડી દીધા હતા અને 'ભુરીયો ઉર્ફે પુરુષોત્તમ ચૌહાણ' નામના શખ્સે ફરિયાદીને ડાબા ખભાના ભાગે તથા દાઢી નીચે ચપ્પુ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં ફરિયાદીને દાઢીના ભાગે બે ટાંકા આવ્યા છે. તેના મિત્રોને પણ આરોપીઓએ ઝપાઝપી કરી માર માર્યો આ દરમિયાન ફરિયાદીને છોડાવવા વચ્ચે પડેલા તેમના મિત્રો પાર્થ વડગુજર અને દર્પણ પટેલ પર પણ આરોપીઓએ ઝપાઝપી કરી માર માર્યો હતો અને પથ્થરમારો કરીને ગાળાગાળી કરી હતી. હુમલા દરમિયાન ફરિયાદીના ગળામાં પહેરેલી સોનાની ચેન પણ ક્યાંક પડી ગઈ હતી, જે મળી આવી નથી. સાત સામે ગુનો દાખલ આ કાર્યવાહીમાં પોલીસે અક્ષય ગોલહાર, જીગર પંચાલ, ભુરીયો ઉર્ફે પુરુષોત્તમ ચૌહાણ, નિખિલ શિંદે, ભાવેશ ગીતે, બળવંત ગોર, ખંડેરાવ ગીતે સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાં પાર્ક કરેલી ફોર-વ્હીલર અને રિક્ષામાં બેસીને ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ટોપ-10 કંપનીઓમાંથી 6ની વેલ્યુ ₹88 હજાર કરોડ વધી:ICICI બેંક ટોપ ગેનર રહી, વેલ્યુ ₹29,588 કરોડ વધી; HDFC બેંક-રિલાયન્સનું માર્કેટ કેપ પણ વધ્યું
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:એરપોર્ટ પરથી કસ્ટમના સ્નિફર ડોગે 11 કરોડનો ગાંજો ઝડપી પાડ્યો, જીવલેણ અકસ્માતના હચમાવી નાખતા CCTV

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment