Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સલીમ ખાનને રાજ કપૂર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ:બીજી પત્ની હેલને રિસીવ કર્યો, રાની મુખર્જી એવોર્ડ લઈને ભાવુક થઈ; દેવેન્દ્ર ફડણવીસે એવોર્ડ આપ્યો

    6 hours ago

    વેટરન સ્ક્રીનરાઇટર અને લિરિસિસ્ટ સલીમ ખાનને હિન્દી સિનેમામાં તેમના યોગદાન બદલ 62મા મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર 2026 સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા. બુધવારે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જોકે સલીમ ખાન પોતે તેમાં હાજર રહ્યા ન હતા. તેમની વતી હેલન એવોર્ડ લેવા પહોંચ્યા હતા. તબિયત ખરાબ હોવાના અનુમાન પર હેલને કહ્યું છે કે તેઓ બિલકુલ ઠીક છે. જ્યારે રાની મુખર્જીને પણ સમારોહમાં એવોર્ડ મળ્યો છે. સમારોહ બાદ મીડિયા સાથેની વાતચીતમાં હેલને સલીમ ખાનના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી. હેલને કહ્યું, “હું સલીમ સાહેબ માટે આ એવોર્ડ મેળવીને આભારી છું. તેમની બધી ફિલ્મો મારી પ્રિય છે. તેમનું સ્વાસ્થ્ય ખૂબ સારું છે. તેઓ ખૂબ જ મજબૂત વ્યક્તિ છે. તેઓ આપ સૌને, સમગ્ર મહારાષ્ટ્ર અને ભારતના લોકોને શુભેચ્છાઓ પાઠવે છે.” સલીમ ખાનના બીજા પત્ની છે હેલન હેલન અને સલીમ ખાનનો પ્રોફેશનલ સંબંધ ઘણા દાયકા જૂનો છે. બંનેએ 1963ની ફિલ્મ ‘કબલી ખાન’માં પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં હેલને ફીમેલ લીડ રોલ ભજવ્યો હતો. સલીમ ખાન ફિલ્મમાં વિલનના પાત્રમાં જોવા મળ્યા હતા. ‘ડોન’ દરમિયાન વધી નિકટતા બંને 1978માં ફિલ્મ ‘ડોન’ દરમિયાન ફરી સાથે આવ્યા. અમિતાભ બચ્ચન અભિનીત આ ફિલ્મની વાર્તા સલીમ-જાવેદની જોડીએ લખી હતી. ફિલ્મમાં હેલેને કામિનીનું પાત્ર ભજવ્યું હતું. તે લોકપ્રિય ગીત ‘યે મેરા દિલ યાર કા દીવાના’માં પણ જોવા મળી હતી. ‘ડોન’ના શૂટિંગ દરમિયાન જ હેલેન અને સલીમ ખાન એકબીજાની નજીક આવ્યા. બંનેએ 1981માં લગ્ન કરી લીધા. તે સમયે સલીમ ખાન પહેલાથી જ સલમા ખાન સાથે પરિણીત હતા અને તેમને ચાર બાળકો હતા. શરૂઆતમાં આ સંબંધને પરિવારના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જોકે, સમય જતાં હેલેન ખાન પરિવારનો મહત્વનો ભાગ બની ગઈ. રાની મુખર્જી પણ એવોર્ડ મેળવીને ભાવુક થઈ રાની મુખર્જીને 62મા મહારાષ્ટ્ર સ્ટેટ ફિલ્મ એવોર્ડ્સ 2026 સમારોહમાં રાજ કપૂર સ્પેશિયલ કન્ટ્રીબ્યુશન એવોર્ડ આપવામાં આવ્યો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાની મુખર્જીને આ પુરસ્કાર આપ્યો. આ પ્રસંગે સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલાર અને ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકો હાજર રહ્યા. રાણીએ મહારાષ્ટ્રને પોતાની જન્મભૂમિ ગણાવી સન્માન સ્વીકારતા રાણીએ મહારાષ્ટ્ર સાથેના પોતાના જોડાણ વિશે વાત કરી. તેમણે રાજ્યને પોતાની અંગત અને વ્યાવસાયિક યાત્રાનો મહત્વનો ભાગ ગણાવ્યો. રાણીએ કહ્યું, “મારા માટે મહારાષ્ટ્ર માત્ર એક રાજ્ય નથી. મહારાષ્ટ્ર મારી જન્મભૂમિ છે. આ તે જગ્યા છે, જ્યાં મેં મારી કારકિર્દી બનાવી. આ મારી જિંદગીનો અભિન્ન અંગ છે.” આગળ તેમણે કહ્યું, "મુંબઈએ મને મારી ઓળખ આપી. તેણે મને દર્શકો આપ્યા. તેણે મને કારકિર્દી આપી. મુંબઈ મારું ઘર, મારી સુરક્ષિત જગ્યા અને મારી આખી દુનિયા રહી છે. તેથી આ પુરસ્કાર મારા હૃદયમાં ખાસ સ્થાન રાખશે. જ્યારે પણ હું તેને જોઈશ, મને માત્ર એક પુરસ્કાર દેખાશે નહીં. મને મારી મુંબઈ અને મારું મહારાષ્ટ્ર દેખાશે.” સલીમ ખાનની કારકિર્દી પર એક નજર- 1960ના દાયકામાં કારકિર્દી શરૂ થઈ હતી સલીમ ખાન 90 વર્ષના છે. તેમનો જન્મ 24 નવેમ્બર 1935ના રોજ થયો હતો. તેઓ હિન્દી સિનેમાના દિગ્ગજ સ્ક્રિપ્ટ રાઇટરમાં ગણાય છે. સલીમ ખાને પોતાની કારકિર્દીની શરૂઆત એક્ટિંગથી કરી હતી. 1960ના દાયકામાં ફિલ્મ બારાતથી કારકિર્દી શરૂ થઈ, પરંતુ ફિલ્મોમાં તેમને સીમિત અને નાના પાત્રો જ મળ્યા. લગભગ બે ડઝન ફિલ્મોમાં કામ કર્યા પછી તેમને લાગ્યું કે એક્ટિંગ તેમની વાસ્તવિક તાકાત નથી. આ પછી તેમણે લેખન તરફ વળ્યા અને સ્ક્રિપ્ટ રાઇટર બની ગયા. ‘સલીમ-જાવેદ’ની જોડી પ્રખ્યાત થઈ સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડી ‘સલીમ-જાવેદ’ના નામથી પ્રખ્યાત રહી છે. બંનેએ મળીને હિન્દી સિનેમાને ઘણી સુપરહિટ અને યાદગાર ફિલ્મો આપી, જેમ કે ઝંઝીર, દીવાર, શોલે, ડોન અને સીતા ઔર ગીતા. આ ફિલ્મોની દમદાર વાર્તાઓ અને સંવાદો લોકોના દિલમાં વસી ગયા. તેમની લખેલી સ્ક્રિપ્ટે ફિલ્મોનો અંદાજ બદલી નાખ્યો. તેમણે મજબૂત કિરદારો, સંવાદો અને સામાજિક મુદ્દાઓને વાર્તાનો ભાગ બનાવ્યા. સલીમ-જાવેદની સફળતાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લેખકોને નવી ઓળખ અને સન્માન મળ્યું અને તેમને પણ સ્ટાર્સની જેમ મહત્વ મળવા લાગ્યું. સલીમ-જાવેદ ભારતીય સિનેમાના પહેલા લેખક માનવામાં આવે છે, જેમને ‘સ્ટાર સ્ટેટસ’ મળ્યું. તેમણે અમિતાભ બચ્ચનની ‘એંગ્રી યંગ મેન’ ઇમેજને સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
    Click here to Read More
    Previous Article
    બાંગ્લાદેશ સામે 8 મેચથી હારી નથી ભારતીય વુમન્સ ટીમ:આજે એશિયા કપ સેમિફાઇનલ, BANએ ટૉસ જીતીને બોલિંગ લીધી
    Next Article
    મત આપો, 5 હજાર ડોલર લઇ જાવ:ટ્રમ્પે રેવડીનો દાવ રમ્યો, ચૂંટણી જીતવા ભારત મોડલ અપનાવ્યું, અમેરિકામાં કોના બાપની દિવાળી જેવી પેટર્ન

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment