Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતારગામ, રાંદેર-અડાજણના વાહનચાલકોને 5 કિમીના ચકરાવામાંથી મુક્તિ:સિંગણપોર-રાંદેર કોઝ-વે પરથી વાહનવ્યવહાર શરૂ, નોકરીયાતો અને વેપારીઓને ફાયદો

    11 hours ago

    સુરત શહેર અને જિલ્લામાં ચોમાસાની ઋતુ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે અને મેઘરાજા વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે વાહનચાલકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. તાપી નદીના જળસ્તરમાં ઘટાડો થતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સિંગણપોર અને રાંદેરને જોડતો મહત્વપૂર્ણ વિયર-કમ-કોઝવે ફરી એકવાર તમામ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી છેલ્લા ઘણા સમયથી હાલાકી ભોગવી રહેલા હજારો વાહનચાલકોને મોટો હાશકારો થયો છે. જુલાઈમાં કોઝવે બંધ કરી દેવાયો હતો દર વર્ષે ચોમાસાની સિઝનમાં ઉપરવાસમાં ભારે વરસાદ અને ઉકાઈ ડેમમાંથી નદીમાં છોડાતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે. સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ મહિનામાં કોઝવે ભયજનક સપાટી વટાવી ઓવરફ્લો થતાં વાહનોની અવરજવર માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારપછી સપ્ટેમ્બરના પ્રારંભે પાણી ઘટતા થોડા દિવસો માટે માર્ગ ખોલાયો હતો. પરંતુ સપ્ટેમ્બરના મધ્યમાં ફરી વરસાદનું જોર વધતાં અને જળસ્તર ઊંચકાતાં તકેદારીના પગલારૂપે તંત્રએ કોઝવે પર ફરીથી વાહન વ્યવહાર અટકાવી દીધો હતો. કતારગામ, રાંદેર વાહનચાલકોને મુશ્કેલી થતી હતી કોઝવે બંધ રહેવાના કારણે સિંગણપોર, કતારગામ, રાંદેર અને અડાજણ તરફ અવરજવર કરતા દૈનિક મુસાફરો, નોકરીયાતો અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. લોકોને અવરજવર માટે અન્ય બ્રિજનો સહારો લેવો પડતો હતો, જેના કારણે લગભગ 5 કિલોમીટર લાંબો ચકરાવો કાપવો પડતો હતો અને ટ્રાફિક જામની સમસ્યા પણ વેઠવી પડતી હતી. તાપી નદીનું જળસ્તર નિયંત્રણમાં હાલમાં વરસાદી માહોલ ન હોવાથી અને તાપી નદીનું જળસ્તર નિયંત્રણમાં આવતાં તંત્રએ માર્ગ સાફ કરી આજથી કોઝવેને વિધિવત રીતે શરૂ કરી દીધો છે. લાંબા ચકરાવામાંથી મુક્તિ મળતાં અને સમય તેમજ ઈંધણની બચત થતાં સ્થાનિક વાહનચાલકોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ₹2,000થી ઉપરના UPI વ્યવહારો પર MDR વસૂલવાનો GTFનો વિરોધ:ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ વિરોધ નોંધાવ્યો, વેરાવળ વેપારી એસોસિયેશનનું સમર્થન
    Next Article
    અંબાજીમાં ભાદરવી મહમેળો સંપન્ન:હર્ષ સંઘવીએ પોલીસ વિભાગ સાથે ધજા ચડાવી, 7 દિવસમાં 43 લાખથી વધુ માઈભક્તોએ દર્શન કર્યા; છેલ્લા દિવસે માતાજીને 5 લાખથી વધુનું સોનું અર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment