Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત સાહિત્ય અકાદમી અને કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા કવિ સંમેલન:જામનગરની ડી.કે.વી. કોલેજમાં યોજાયું, જાણીતા કવિઓએ ભાવસભર રચનાઓ રજૂ કરી

    2 days ago

    ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન, ગોધરાના સહયોગથી જામનગરની ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં 10 સપ્ટેમ્બરે કવિ સંમેલન યોજાયું હતું. કવિ સંમેલનની અધ્યક્ષતા કોલેજના આચાર્ય ડૉ. પરેશ વી. બાણગોરિયાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. હીરજી સિંચે કર્યું હતું. આ સંમેલનમાં જાણીતા કવિઓ ઉષા ઉપાધ્યાય, કુમાર જૈમિનિ શાસ્ત્રી, દર્શક આચાર્ય, કિરીટ ગોસ્વામી, ડૉ. અનિરૂધ્ધસિંહ ગોહિલ, પીયૂષ ચાવડા, મનોજ જોશી ‘મન’, કેતન કારિયા, ભૂપેન્દ્ર શેઠ ‘નિલમ’ અને ડૉ. અમિતસિંહ ગામી સહિતના કવિઓએ પોતાની કાવ્યરચનાઓ રજૂ કરી હતી. કવિઓની ભાવસભર અને અલગ અલગ વિષયોને સમાવતી રચનાઓથી હાજર રહેલા સાહિત્યરસિકો, કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતના સ્ટાફમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રોફેસર ડૉ. વિનોદ જાડા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમના નિમંત્રક તરીકે ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. હીરજી સિંચ, ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગરના મહામંત્રી જયેન્દ્રસિંહ જાદવ અને કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન-જામનગરના સ્થાનિક સંયોજક રાજવી ભટ્ટે આયોજનમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જોબ ચાર્ટ સિવાયની વધારાની કામગીરીથી ગ્રામ સેવકોમાં રોષ:13 પડતર માંગણીઓ અને 4200 ગ્રેડ પેની માંગ સાથે પાટણમાં તંત્રને આવેદન પત્ર પાઠવ્યું
    Next Article
    દયાપરમાં SDM ઉત્કર્ષ ઉજ્વલે મામલતદાર કચેરી તપાસી:તાલુકા પંચાયત કચેરીની પણ સરપ્રાઈઝ મુલાકાત લઈ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment