Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોબ ચાર્ટ સિવાયની વધારાની કામગીરીથી ગ્રામ સેવકોમાં રોષ:13 પડતર માંગણીઓ અને 4200 ગ્રેડ પેની માંગ સાથે પાટણમાં તંત્રને આવેદન પત્ર પાઠવ્યું

    2 days ago

    પાટણ જિલ્લાના ગ્રામ સેવકોએ જોબ ચાર્ટ સિવાયની વધારાની કામગીરી સોંપાતા સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. તેમણે 13 પડતર માંગણીઓ અને 4200 ગ્રેડ પેની માંગ સાથે ગુજરાત રાજ્ય ગ્રામ સેવક મહામંડળના કહેવા પર તબક્કાવાર આંદોલનના કાર્યક્રમો જાહેર કર્યા છે. જોબ ચાર્ટ સિવાયની કામગીરી અને લાંબા સમયથી ન ઉકેલાતી માંગણીઓને કારણે પાટણ જિલ્લા ગ્રામ સેવક મંડળે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. રાજ્યમંડળે આપેલું 7 દિવસનું અલ્ટીમેટમ પૂરું થતાં આંદોલનની રૂપરેખા જાહેર થઈ છે. જેમાં પહેલા તબક્કે કાળી પટ્ટી પહેરીને કામ કર્યા બાદ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર અપાયું છે. આ આંદોલનના આગામી તબક્કામાં તમામ સરકારી વોટ્સએપ ગ્રૂપમાંથી બહાર નીકળવું, 21 સપ્ટેમ્બરથી તમામ સરકારી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવો, 25 સપ્ટેમ્બરે પેન ડાઉન અને 1 ઓક્ટોબરે માસ C.L. નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જો આ તબક્કાવાર વિરોધ છતાં માંગણીઓ પૂરી નહીં થાય, તો 2 ઓક્ટોબર, ગાંધી જયંતિના દિવસથી તમામ ગ્રામ સેવકો અચોક્કસ મુદતની હડતાળ પર જશે. પાટણ જિલ્લા ગ્રામ સેવક મંડળના પ્રમુખ વિશ્વરાજસિંહ ચાવડા અને મહામંત્રી નિશાંત રાવલે જણાવ્યું કે, ગ્રામ સેવકોને અગાઉ મળતો 4200 ગ્રેડ પે ફરીથી આપવો અથવા મુખ્ય માંગ મુજબ 4200 ગ્રેડ પે લાગુ કરવો જરૂરી છે. પ્રમોશનની તકો અન્ય કેડરને આપી દેવાઈ છે, તે પણ પાછી આપવાની માંગ કરાઈ છે. હાલમાં એક ગ્રામ સેવક પર 8 થી 10 ગામોની કામગીરીનો બોજ છે, જેના કારણે કામનું ભારણ ખૂબ વધી ગયું છે. આ બોજ ઓછો કરવા માટે નવું મહેકમ ઊભું કરી નવી ભરતી કરવી, જરૂરી સાધનિક વ્યવસ્થાઓ પૂરી પાડવી અને PTAમાં વધારો કરવો જેવી મુખ્ય માંગણીઓ રજૂ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ગૌચર જમીનમાં સ્ટોક પાઇલિંગની ફરિયાદ બાદ તંત્ર હરકતમાં:કોટડા-જડોદરમાં SDMએ સ્થળ તપાસ કરી, પાવર ગ્રિડને નિયમ પાલનની તાકીદ
    Next Article
    ગુજરાત સાહિત્ય અકાદમી અને કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા કવિ સંમેલન:જામનગરની ડી.કે.વી. કોલેજમાં યોજાયું, જાણીતા કવિઓએ ભાવસભર રચનાઓ રજૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment