Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોત્રી રોડ પર કચરાના ઢગલામાં આગ ભભૂકી:જ્વાળાઓ વીજપોલ સુધી પહોંચતા ભારે અફરાતફરી મચી, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

    8 hours ago

    વડોદરાના અતિ વ્યસ્ત એવા ગોત્રી મુખ્ય માર્ગ પર વહેલી સવારે રોડના કિનારે એકત્ર થયેલા કચરાના મોટા ઢગલામાં અજ્ઞાત કારણોસર અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ નજીકમાં આવેલા વીજળીના થાંભલા સુધી પહોંચી ગઈ હતી. જેથી વિસ્તારમાં ઘડીભર માટે ભારે અફરાતફરી મચી હતી. વાયર અને અન્ય ઉપકરણો પણ આગની લપેટમાં આવી જવાની ભીતિ વીજ થાંભલા, વાયર અને અન્ય ઉપકરણો આગમાં લપેટાઈ જવાની ભીતિ સર્જાતાં આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાનો ભય ઊભો થયો હતો. આકાશમાં દૂર દૂર સુધી આગની ઊંચી જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ જવાથી તથા માર્ગ પર વિઝિબિલિટી ઘટી જતાં પસાર થતાં વાહનચાલકો અને સ્થાનિકોમાં ઘડીભર માટે ભારે ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટના વહેલી સવારે બની હોવાથી રોડ પર લોકોની અવરજવર અને વાહનવ્યવહાર પ્રમાણમાં ખૂબ જ ઓછો હતો, જેના કારણે કોઈ વ્યક્તિ આ આગની લપેટમાં આવ્યો હતો. સદનસીબે જાનહાની ટળી હતી. સળગતી બીડી કે દીવાસળી ફેંકવાથી આગ લાગી હોવાની શક્યતા ઘટના અંગે સ્થાનિકો દ્વારા તુરંત જાણ કરાતાં ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર ફાઇટર્સે પાણીનો મારો ચલાવીને ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેથી આગ વધુ આસપાસના વિસ્તારમાં ફેલાતા અટકી હતી. આગ સંપૂર્ણપણે ઓલવાઈ જતાં સ્થાનિકો તેમજ વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક અનુમાન મુજબ કચરાના ઢગલામાં કોઈ અસામાજિક તત્વો દ્વારા સળગતી બીડી કે દીવાસળી ફેંકવાના કારણે આ આગ લાગી હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગણેશ પંડાલો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો જાહેર:ફાયર એક્સટિંગ્વિશર વિના નહીં મળે મંજૂરી, બાપ્પાના પંડાલ માટે ફાયર NOC ફરજિયાત
    Next Article
    જામનગરમાં 9મા રાષ્ટ્રીય પોષણ માહનો શુભારંભ:'આપણી આંગણવાડી આપણી જવાબદારી' થીમ પર DDO નિશાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment