Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 9મા રાષ્ટ્રીય પોષણ માહનો શુભારંભ:'આપણી આંગણવાડી આપણી જવાબદારી' થીમ પર DDO નિશાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

    8 hours ago

    રાજ્યની સાથે જામનગર જિલ્લામાં 9 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી 9મો 'રાષ્ટ્રીય પોષણ માહ' ઉજવાશે. જિલ્લામાં પોષણ સુધારવા અને જાગૃતિ વધારવા માટે 'આપણી આંગણવાડી આપણી જવાબદારી' થીમ હેઠળ એક મહિના સુધી મોટું જન અભિયાન ચલાવાશે. આ અભિયાનના સારા સંચાલન માટે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી નિશાની અધ્યક્ષતામાં એક બેઠક થઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ 9મા રાષ્ટ્રીય પોષણ માહનો શુભારંભ કરાવ્યો. તેમણે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સંકલન કરીને નક્કી કરેલી પ્રવૃત્તિઓને સક્રિય રીતે ઉજવવા સૂચન કર્યું હતું. આ પોષણ માસ દરમિયાન આંગણવાડીઓમાં આહારની વિવિધતા અને પૂરતું પ્રોટીન આપવા પર ભાર મુકાશે. સમુદાયમાં માલિકી અને જવાબદારીની ભાવના કેળવવામાં આવશે. બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ અને પ્રારંભિક ઉત્તેજન આપવા પર ધ્યાન અપાશે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ માતાના સ્વાસ્થ્ય માટે રોકડ સહાય મળે તે સુનિશ્ચિત કરાશે. આ ઉપરાંત, અભિયાન હેઠળ જિલ્લાભરમાં સ્વાસ્થ્ય મેળા, સ્વસ્થ અને વિવિધ રેસિપીનું પ્રદર્શન, આંગણવાડી ખાતે સાપ્તાહિક મેનુ રોટેશન, ગરમ રાંધેલા ભોજનનું પ્રદર્શન તેમજ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ 100 ટકા નોંધણી અભિયાન પણ ચલાવાશે. બેઠકના અંતે હાજર તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા 'પોષણ શપથ' લેવાયા હતા. આ બેઠકમાં પ્રોગ્રામ ઓફિસર ડો. નૂપુર પ્રસાદ, સીડીપીઓ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, સમાજ કલ્યાણ અધિકારી, મુખ્ય સેવિકાઓ સહિત સંબંધિત નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગોત્રી રોડ પર કચરાના ઢગલામાં આગ ભભૂકી:જ્વાળાઓ વીજપોલ સુધી પહોંચતા ભારે અફરાતફરી મચી, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો
    Next Article
    ધાનેરામાં બોલેરો કેમ્પરમાંથી દારૂની 718 બોટલ ઝડપાઈ:બે આરોપી પકડાયા, 5.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment