Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધાનેરામાં બોલેરો કેમ્પરમાંથી દારૂની 718 બોટલ ઝડપાઈ:બે આરોપી પકડાયા, 5.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

    8 hours ago

    બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીની ટીમે નાકાબંધી દરમિયાન એક બોલેરો કેમ્પરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો પકડ્યો છે. પોલીસે બે લોકોને પકડીને કુલ 5.85 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, નાકાબંધી દરમિયાન GJ.08.AY.5623 નંબરની બોલેરો કેમ્પર ગાડીને રોકવામાં આવી હતી. તેની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 718 બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત 2,83,546 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે 3 લાખ રૂપિયાનું વાહન અને 2 હજાર રૂપિયાના મોબાઈલ ફોન સહિત કુલ 5,85,546 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના રાણીવાડા તાલુકાના મહેન્દ્રકુમાર બાબુરામ ખટાણા અને ચમનાજી સાદુળાજી આલને પકડ્યા છે. ધાનેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 9મા રાષ્ટ્રીય પોષણ માહનો શુભારંભ:'આપણી આંગણવાડી આપણી જવાબદારી' થીમ પર DDO નિશાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
    Next Article
    OLX પર બાઈક ખરીદવાના બહાને ટેસ્ટ ડ્રાઈવ લઈ ફરાર:ભરૂચ પોલીસે ગાંધીનગરમાંથી આરોપીને ₹2.30 લાખની સ્પોર્ટ્સ બાઈક સાથે પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment