Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    OLX પર બાઈક ખરીદવાના બહાને ટેસ્ટ ડ્રાઈવ લઈ ફરાર:ભરૂચ પોલીસે ગાંધીનગરમાંથી આરોપીને ₹2.30 લાખની સ્પોર્ટ્સ બાઈક સાથે પકડ્યો

    8 hours ago

    OLX પર વેચાણ માટે મુકેલી સ્પોર્ટ્સ બાઈક ખરીદવાનો વિશ્વાસ આપી ટેસ્ટ ડ્રાઈવના બહાને બાઈક લઈ ફરાર થઈ જનાર આરોપીને ભરૂચ શહેર C ડિવિઝન પોલીસે ગાંધીનગરમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ₹2.30 લાખની કિંમતની કાવાસાકી નીન્જા -650 સ્પોર્ટ્સ બાઈક કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચના ભોલાવ વિસ્તારમાં રહેતા વૈશાખ્ય માધવન દ્વારા પોતાની Kawasaki કંપનીની Ninja-650 સ્પોર્ટ્સ બાઈક OLX પર વેચાણ માટે મુકવામાં આવી હતી. આ દરમિયાન ગાંધીનગરના પેથાપુર વિસ્તારના પ્રેમપારસ દેવેન્દ્રકુમાર પટેલે બાઈક ખરીદવાની ઈચ્છા દર્શાવી હતી. આરોપીએ બાઈક ખરીદવાનો વિશ્વાસ આપી તેની ટેસ્ટ ડ્રાઈવ કરવા માટે બાઈક લીધી હતી. જોકે, ટેસ્ટ ડ્રાઈવના બહાને બાઈક લઈ ગયા બાદ પરત ન ફરતાં ફરિયાદીને છેતરપિંડી થયાનું જણાયું હતું. આ મામલે ભરૂચ શહેર C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 316(2) હેઠળ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ ભરૂચ શહેર C ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર એન.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે તપાસ કરી હતી. ટેક્નિકલ તથા હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસ ટીમે ગાંધીનગર ખાતે કાર્યવાહી કરી આરોપી પ્રેમપારસ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ₹2.30 લાખની કિંમતની MH-12-MG-2303 નંબરની Kawasaki Ninja-650 સ્પોર્ટ્સ બાઈક કબજે કરી છે. પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં BNS કલમ 303(2) હેઠળનો ગુનો નોંધાયેલ હોવાનું પણ સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ધાનેરામાં બોલેરો કેમ્પરમાંથી દારૂની 718 બોટલ ઝડપાઈ:બે આરોપી પકડાયા, 5.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
    Next Article
    જાણીતી કંપનીના નામે નકલી સ્લીપર-કપડાં વેચતા વેપારી પર દરોડા:દાણીલીમડામાં 3 દુકાનોમાંથી રૂ. 5 લાખનો મુદ્દામાલ મળી આવ્યો, કોપીરાઈટ એક્ટ હેઠળ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment