Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાણીતી કંપનીના નામે નકલી સ્લીપર-કપડાં વેચતા વેપારી પર દરોડા:દાણીલીમડામાં 3 દુકાનોમાંથી રૂ. 5 લાખનો મુદ્દામાલ મળી આવ્યો, કોપીરાઈટ એક્ટ હેઠળ કાર્યવાહી

    8 hours ago

    દાણીલીમડા વિસ્તારમાં જાણીતી પુમા બ્રાન્ડના ડુપ્લીકેટ સ્લીપર, ટ્રેકપેન્ટ અને ટીશર્ટનું ગેરકાયદે વેચાણ કરતી ત્રણ અલગ-અલગ દુકાનો પર ઝોન -6 એલસીબી અને કંપનીના ઓથોરાઇઝ્ડ પ્રતિનિધિઓએ સંયુક્ત દરોડા પાડ્યા હતા. પોલીસે ત્રણ દુકાનોમાંથી કુલ રૂ. 5.08 લાખની કિંમતનો 476 નંગ ડુપ્લીકેટ મુદ્દામાલ જપ્ત કરી ત્રણ વેપારીઓ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાણીલીમડાની 3 દુકાનોમાંથી રૂ. 5 લાખની કિંમતના નકલી સ્લીપર-કપડા મળ્યા કંપનીના કોપીરાઇટ અને ટ્રેડમાર્કના રક્ષણ માટે સત્તા ધરાવતા પવન પદ્દુમન પલાસરે દાણીલીમડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ દાણીલીમડા વિસ્તારની કેટલીક દુકાનોમાં કંપનીના નામનો ગેરકાયદે ઉપયોગ કરી નકલી માલ વેચાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબી ઝોન 6ની ટીમ દ્વારા ત્રણ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે ગુડલક પાર્ટી પ્લોટ પાસે આવેલી બોમ્બે ફૂટવેરમાંથી મોહમદ એહમદ ઉર્ફે જોંટી ગુલામ દસ્તગીર શેખ પાસેથી રૂ. 3.63 લાખના 363 જોડી ડુપ્લીકેટ સ્લીપર જપ્ત કર્યા હતા. જ્યારે છીપા BRTS બસ સ્ટેન્ડ સામે આવેલી અલફલા ફૂટવેરમાંથી સમીઉદ્દીન નિઝામુદ્દીન કુરેશી પાસેથી રૂ.48 હજારના 48 જોડી નકલી સ્લીપર કબજે લીધા હતા. આ ઉપરાંત મુસ્લિમ સોસાયટીના નાકે આવેલી ક્રાઉન ગાર્મેન્ટ્સ નામની દુકાનમાંથી મોહમદ અતીક લતીફભાઇ મેમણ પાસેથી રૂ. 16 હજારની કિંમતના 11 નંગ ડુપ્લીકેટ ટ્રેકપેન્ટ અને રૂ. 81 હજારની કિંમતના 54 નંગ ટીશર્ટ મળી આવ્યા હતા. જેથી આ સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    OLX પર બાઈક ખરીદવાના બહાને ટેસ્ટ ડ્રાઈવ લઈ ફરાર:ભરૂચ પોલીસે ગાંધીનગરમાંથી આરોપીને ₹2.30 લાખની સ્પોર્ટ્સ બાઈક સાથે પકડ્યો
    Next Article
    નવરાત્રિમાં હવે ફેસ સ્કેનિંગથી મેદાનમાં એન્ટ્રી મળશે:ટિકિટ કે QR કોડની જરૂર નહીં, 10થી વધુ નવરાત્રિ ઈવેન્ટમાં ફેસ સ્કેનિંગ સિસ્ટમ માટે ટાઈઅપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment