Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    7 વર્ષમાં 2.98 કરોડ પ્રવાસી SoU પહોંચ્યા:182 મીટર ઊંચી પ્રતિમા, 20 પ્રોજેક્ટ સહિત આ વર્ષનું નવું નજરાણું- 2.62 કિમી લાંબી ઇકો-ટ્રેઇલ; જુઓ ટિકિટના ભાવ-સુવિધાઓની સંપૂર્ણ માહિતી

    7 hours ago

    સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં નર્મદા નદીના કિનારે નિર્માણ પામેલું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (એકતા નગર) પ્રવાસીઓના આકર્ષણનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે. 31 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયેલી 182 મીટર ઊંચી આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ખાતે પ્રવાસીઓની સંખ્યા 2,98,15,000 (આશરે 2.98 કરોડ)ના ઐતિહાસિક આંકડાને પાર કરી ગઈ છે. વર્ષ 2018ના પ્રથમ 2 મહિનામાં 4.53 લાખ મુલાકાતીઓથી શરૂ થયેલી આ સફર વર્ષ 2025માં વધીને વાર્ષિક 68.30 લાખ સુધી પહોંચી છે. વર્ષ 2026 દરમિયાન સરેરાશ 25 લાખ પ્રવાસી આવે તેવું અનુમાન રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, 31 ઑક્ટોબરે PM નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં 2.62 કિમી લાંબી અનોખી ઇકો-ટ્રેઇલ અને 600 પ્રવાસીની ક્ષમતાવાળી નવી એકતા ક્રૂઝનું લોકાર્પણ કર્યું. જુઓ કુદરતના ખોળે ધબકતો ભારતનો વારસો તમામ વયજૂથના લોકો – બાળકો, યુવાનો અને વડીલો – માટે પ્રકૃતિ, સાહસ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો અનોખો અનુભવ પૂરો પાડતા 20થી વધુ પ્રોજેક્ટો અહીં વિકસાવવામાં આવ્યા છે. જો તમે પણ અહીં જવાનું આયોજન કરી રહ્યા હોવ, તો મુલાકાત સંબંધિત તમામ વિગતો અહીં ઉપલબ્ધ છે. પહોંચવા માટેના મુખ્ય માર્ગો અને કનેક્ટિવિટી એકતાનગર પહોંચવા માટે રોડ માર્ગ અને રેલ વ્યવસ્થા અત્યંત સુગમ બનાવવામાં આવી છે: ઓનલાઇન ટિકિટ બુક કરવાની પ્રક્રિયા મુલાકાત લેતા પહેલા ઓનલાઇન ટિકિટ બુક કરાવવી હિતાવહ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વર્ષ દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં સતત ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. શરૂઆતથી લઈને અત્યારસુધીનો વર્ષવાર આંકડો નીચે મુજબ છે. જુઓ SOUના વિવિધ આકર્ષણોની અદભૂત તસવીરો આ પણ વાંચો એકતાનગરમાં 600 મુસાફરોની ક્ષમતાવાળી એકતાક્રૂઝ તૈયાર:આધુનિક સેફ્ટી સિસ્ટમ, કેટરિંગ અને ડાઇનિંગ સહિતની સુવિધાઓ, ક્રૂઝથી રિવર ટુરિઝમને પ્રોત્સાહન મળશે નર્મદાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે નર્મદા નદી પર રિવર ટુરિઝમને વધુ આકર્ષક બનાવવા રૂ. 16 કરોડના ખર્ચે નવી અને આધુનિક ‘એકતા ક્રૂઝ’ તૈયાર કરવામાં આવી છે. આ ક્રૂઝના ઉમેરાથી એકતાનગરમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળશે અને પ્રવાસીઓને એક નવો જ રોમાંચક અનુભવ પ્રાપ્ત થશે.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    ભગવાનભાઈ બારડના જન્મદિવસે 3 હજારથી વધુ યુવાનો દોડ્યા:આજોઠાથી કાજલી યાર્ડ સુધી 5 કિ.મી.ની ‘યુથ રન’; શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને સાંસદ રાજેશ ચુડાસમા પણ જોડાયા
    Next Article
    Ramlila Maidan Rally में Akhilesh Yadav, Ikra Hasan, Tejashwi Yadav समेत इन नेताओं ने किसे घेरा?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment