Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણેશ પંડાલો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો જાહેર:ફાયર એક્સટિંગ્વિશર વિના નહીં મળે મંજૂરી, બાપ્પાના પંડાલ માટે ફાયર NOC ફરજિયાત

    9 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગામી ગણપતિ મહોત્સવ માટે ગણપતિ પંડાલોમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને જાહેર સલામતી અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વિભાગની સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. AMCની ફાયર એન્ડ ઇમરજન્સી ટીમ દ્વારા તૈયાર કરવામાં ફાયર સેફટીને લઈને ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આગામી પાવન પર્વ ગણેશ ચતુર્થીને અનુલક્ષીને અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ (AFES) દ્વારા શહેરમાં સ્થાપિત થનારા ગણેશ પંડાલો માટે ફાયર સેફ્ટીની કડક માર્ગદર્શિકા (ગાઇડલાઇન) જારી કરવામાં આવી છે. ઉત્સવ દરમિયાન કોઈ આકસ્મિક આગ કે નાસભાગ જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે દરેક આયોજકે મંડપમાં પૂરતા પ્રમાણમાં માન્ય ફાયર એક્સટિંગ્વિશર રાખવા ફરજિયાત રહેશે. આ સાથે જ પંડાલની અંદર કોઈ પણ પ્રકારનું કાયમી કે ફિક્સ પાર્ટીશન કરવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે, જેથી કટોકટીના સમયે ભક્તો સરળતાથી બહાર નીકળી શકે. પરસ્પર વિરુદ્ધ દિશામાં 2 ઇમર્જન્સી એક્ઝિટ ફરજિયાત તંત્ર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, કોઈપણ કટોકટીભરી પરિસ્થિતિમાં લોકો સહેલાઈથી અને સુરક્ષિત રીતે બહાર જઈ શકે તે માટે પંડાલના તમામ અવરજવરના માર્ગો પહોળા અને ખુલ્લા રાખવાના રહેશે. આ ઉપરાંત દરેક મંડપમાં ઓછામાં ઓછા બે 'ઇમર્જન્સી એક્ઝિટ' (ઈમરજન્સી બહાર નીકળવાના રસ્તા) રાખવા અનિવાર્ય રહેશે. સુરક્ષાના માપદંડ મુજબ આ બંને એક્ઝિટ ગેટ એકબીજાની સામસામે એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જરૂરી છે, જેથી એક તરફ અવરોધ ઊભો થાય તો ભક્તો બીજી તરફથી સુરક્ષિત નીકળી શકે. ₹300 ના સ્ટેમ્પ પર ફોટો નોટરી અને સેલ્ફ ડેક્લેરેશન ફરજિયાત ફાયર વિભાગ ઉપરાંત આયોજકોએ સ્થાનિક પોલીસ મથક, ટ્રાફિક પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગો દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરી અલગથી મંજૂરી અને NOC મેળવી લેવાની રહેશે. આયોજકોએ ₹300 ના સ્ટેમ્પ પેપર પર ફોટો સાથે નોટરી કરાવી નિયત ફોર્મેટમાં સેલ્ફ ડેક્લેરેશન (સ્વ-ઘોષણાપત્ર) ફાયર વિભાગ સમક્ષ રજૂ કરવું પડશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ફાયર વિભાગ દ્વારા પંડાલને અલગથી ઓળખ/માન્યતા અપાશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા પંડાલો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં દરેક ગણેશ પંડાલના આયોજક દ્વારા જાહેર સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી ફાયર બ્રિગેડના એક જાણકાર વ્યક્તિ સાથે રાખવાના રહેશે અને આયોજકના નામ નંબર, ફાયરના જાણકારનું નામ અને નંબર અને ઇમરજન્સી સેવાઓ જેવી કે પોલીસ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સના નંબરો સાથેનું બોર્ડ ફરજિયાત લગાવવાનું રહેશે. ફાયર સેફટી માટેની ગાઈડલાઈન
    Click here to Read More
    Previous Article
    ગ્રામસેવકો આક્રમક મૂડમાં:ગ્રામસેવકો દ્વારા વિવિધ 14 જેટલી માંગણીઓ ને લઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ
    Next Article
    ગોત્રી રોડ પર કચરાના ઢગલામાં આગ ભભૂકી:જ્વાળાઓ વીજપોલ સુધી પહોંચતા ભારે અફરાતફરી મચી, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment