Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીપુરીના ચૂરાના પૈસા માગતાં લારીધારક પર હુમલો:ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી

    17 hours ago

    માંજલપુર વિસ્તારમાં પાણીપુરીનો ચૂરો ખાધા બાદ રૂપિયા ચૂકવવા બાબતે એક યુવકે લારીધારક પર હુમલો કરી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બચાવવા આવેલા સ્થાનિક રહીશ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે માંજલપુર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. માંજલપુર મનહરનગર-1 ખાતે રહેતા સતીષ પરશુરામભાઈ કુશવાહ પાણીપુરીની લારી ચલાવી ગુજરાન ચલાવે છે. 7 જુલાઈએ તેઓ પાણીપુરી લઈ પવનદૂત નગર ખાતે ઊભા હતા. તે દરમિયાન નૈતિક પટેલ નામનો શખ્સ ત્યાં આવ્યો અને પાણીપુરીનો ચૂરો માગ્યો હતો. સતીષભાઈએ ચૂરો આપ્યા બાદ તેના રૂપિયા માગતા નૈતિક ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. તેણે સતીષભાઈને જાહેરમાં લાફા ઝીંકી દીધા હતા અને ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ધમકાવી ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટના બાદ સતીષભાઈ આગળ વધીને પુંજીબા નગર નજીક પહોંચ્યા ત્યારે નૈતિક ફરીથી ત્યાં ધસી આવ્યો હતો અને અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો. સતીષભાઈએ નજીકમાં હાજર નિલેષ કહારને બનાવ અંગે જણાવતાં, નૈતિકે નિલેષભાઈ સાથે પણ તકરાર કરી તેમને અપશબ્દો બોલી લાફા માર્યા હતા. આસપાસના રહીશો એકઠા થતાં, નૈતિક ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવ અંગે સતીષ કુશવાહની ફરિયાદના આધારે માંજલપુર પોલીસે નૈતિક પટેલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરના કાલાવડના રવેશિયા ગામમાં સિંહણના આંટાફેરા:વાડીમાં દેખાતા સ્થાનિકોમાં ફફડાટ, તસવીર વાયરલ થતાં વનવિભાગને જાણ કરાઈ
    Next Article
    જાહેર સુવિધામાં વધારો:શહેરમાં 26 સ્થળોએ અત્યાધુનિક ટોયલેટ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment