Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકોના આપઘાતનું રહસ્ય અકબંધ:વડોદરા શહેરમાં આપઘાતના બે અલગ-અલગ બનાવો: વારસીયા અને વાડી વિસ્તારમાં બે યુવકોએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યા

    1 day ago

    વડોદરા શહેરમાં ગઇકાલે બે અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં બે યુવકોએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધા હોવાની ઘટનાઓ સામે આવી છે. કુંભારવાડા અને વાડી પોલીસ સ્ટેશનની હદમાં બનેલા આ બંને બનાવોને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે અને પોલીસે આ અંગે અકસ્માતે મોતના ગુના નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવની વિગતો મુજબ, વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા ખારી તલાવીડી, વીમા દવાખાના પાસે અને ભાથુજી મંદિર પાછળ રહેતા 38 વર્ષીય રાજુભાઈ સનાભાઈ રાઠોડે ગત સાંજે પોતાના ઝુંપડામાં લાકડાની વળી સાથે ખાટલાની પાટી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ બનાવની જાણ થતાં જ કુંભારવાડા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે કોલ્ડરૂમમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને મોતનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, વડોદરા શહેરના જ વાડી વિસ્તારમાં આવેલા હુસેની ચોક, બદરી મોહલ્લામાં રહેતા 34 વર્ષીય મુસ્તફા ફિરોઝભાઈ ટીનવાલા નામના યુવકે પણ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વાડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પોહંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં બંને બનાવમાં પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને બનાવોમાં મૃતક યુવકો પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી.
    Click here to Read More
    Previous Article
    'ગુજરાત બોલેગા ખાલિસ્તાન જિંદાબાદ' લખી ધમકીભર્યો મેઈલ:અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, વાલીઓ અને વકીલોમાં દોડધામ
    Next Article
    ભરૂચના મકતમપુરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા:સી ડિવિઝન પોલીસે રૂ.11,190ના મુદ્દામાલ સાથે કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment