Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગુજરાત બોલેગા ખાલિસ્તાન જિંદાબાદ' લખી ધમકીભર્યો મેઈલ:અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, વાલીઓ અને વકીલોમાં દોડધામ

    1 day ago

    અમદાવાદમાં સ્કૂલોને અને ગાંધીનગરમાં કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. અમદાવાદના વેજલપુરની ઝાયડસ સ્કૂલ, બોપલની DPS અને થલજેતની ઉદગમ સ્કૂલને બોમ્બથી ઉડાવવાનો મેઈલ મળ્યો હતો. જે બાદ વાલીઓને તાત્કાલિક બાળકોને ઘરે લઈ જવા સૂચના આપી દેવામાં આવી હતી.જેના કારણે વાલીઓમાં દોડધામ મચી હતી. બોમ્બ થ્રેટના મેઈલની જાણ થતા જ બોમ્બ સ્ક્વોર્ડ, ફાયર વિભાગ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઝાયડસ સ્કૂલ પર પહોંચી હતી અને તાત્કાલિક સ્કૂલને ખાલી કરવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી. ઝાયડસ સ્કૂલમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ ઝાયડસ સ્કૂલને ધમકી મળતા જ વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે. વાલીઓને મેસેજ કરીને બાળકોને લઈ જવા માટે સૂચના આપવામાં આવી હતી. જેથી વાલીઓ પણ ભયના માહોલ વચ્ચે દોડતા દોડતા શાળાએ પહોંચી બાળકને લઈને ઘરે જઈ રહ્યા હતા. જ્યારે ફાયર વિભાગની બે ગાડી અને પોલીસની ટીમ પણ શાળાએ પહોંચી ગઈ હતી. આખી સ્કૂલ તાત્કાલિક ખાલી કરી દેવામાં આવી છે. અને કોઈ ઘટના બને તો સ્થિતિ પર કાબૂ મેળવવા ફાયર વિભાગે પણ તૈયારી કરી લીધી હતી. DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, તમામ સ્કૂલને ધમકી અંગેનો ઈમેઇલ મળ્યો હોય તો તે તપાસવા જણાવ્યું છે. જે સ્કૂલમાં ઈમેલ મળ્યો હોય તે સ્કૂલે પોલીસને જાણ કરવાની રહેશે. બાળકોને સ્કૂલમાંથી સુરક્ષિત બહાર કાઢીને પોલીસને તપાસમાં સહકાર આપવા સ્કૂલોને આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં કોર્ટને ધમકી મળતા ફફડાટ ગાંધીનગર સ્થિત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને આજે બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા ભારે ચકચાર મચી ગઈ છે. સવારના સમયે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ઈમેલ પર એક ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો. આ મેલ મળતાની સાથે જ કોર્ટ સંકુલમાં હાજર ન્યાયાધીશો, વકીલો, અસીલો અને તમામ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને વકીલો તેમજ નાગરિકો સલામત અંતરે બહાર આવી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    માંડ માંડ બચ્યા યુક્રેનનાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી:વિમાન સાથે ડ્રોન ટકરાવાનું હતું, મોલ્દોવાથી ઉડાન ભરતી વખતે બની ઘટના; નોર્વેનાં વડાપ્રધાનનો ખુલાસો
    Next Article
    યુવકોના આપઘાતનું રહસ્ય અકબંધ:વડોદરા શહેરમાં આપઘાતના બે અલગ-અલગ બનાવો: વારસીયા અને વાડી વિસ્તારમાં બે યુવકોએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment