Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના મકતમપુરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા:સી ડિવિઝન પોલીસે રૂ.11,190ના મુદ્દામાલ સાથે કાર્યવાહી કરી

    1 day ago

    ભરૂચ શહેરમાં પોલીસે જુગાર સામે કાર્યવાહી ઝડપી બનાવી છે. સી ડિવિઝન પોલીસે મકતમપુરના માછી ફળિયામાં ખુલ્લી જગ્યામાં પત્તા વડે જુગાર રમતા ત્રણ લોકોને પકડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂ.11,190નો સામાન જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે મકતમપુરના માછી ફળિયામાં ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે સી ડિવિઝન પોલીસની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા ત્રણ લોકો પકડાઈ ગયા હતા. પોલીસે સંદીપ કામદેવભાઈ વસાવા, ધૂળા ચંદુભાઈ રાઠોડ અને સંજય રામસેવક નિશાદને પકડ્યા હતા. તેમની અંગત તપાસ કરતા રૂ.8,490 રોકડા મળ્યા હતા. જુગારના દાવ પરથી રૂ.2,700 મળ્યા હતા. આમ, કુલ રૂ.11,190 રોકડ અને પત્તા જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે જુગાર અને દારૂબંધી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ખાસ ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    યુવકોના આપઘાતનું રહસ્ય અકબંધ:વડોદરા શહેરમાં આપઘાતના બે અલગ-અલગ બનાવો: વારસીયા અને વાડી વિસ્તારમાં બે યુવકોએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યા
    Next Article
    After Outrunning Usain Bolt, China's Robot Champion Races Towards Real-World Work

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment