Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:હિંમતનગરમાં પોલીસકર્મીએ ગાડીથી આધેડને ટક્કર મારી

    11 hours ago

    હિંમતનગરના ન્યાયમંદિર વિસ્તારમાં એલઆઈસી ઓફિસ આગળ ખેરોજ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતાં પોલીસ કર્મીએ બોલેરોથી રસ્તો ક્રોસ કરી રહેલા આધેડને ટક્કર મારતાં ગંભીર ઇજા થતાં બેભાન થયા હતા. અકસ્માત બાદ ચાલક પોતાની બોલેરો ગાડી લઈને ઈડર તરફ ભાગવા લાગ્યો હતો. મંગળવારની રાત્રે આશરે 8:30 વાગ્યે રમેશભાઈ વણઝારા ન્યાયમંદિર ખાતે એલઆઈસી ઓફિસ બાજુથી વણઝારાવાસ તરફ રસ્તો ઓળંગી રહ્યા હતા. આ સમયે પૂરઝડપે આવેલી પોલીસ ગાડી નં. GJ-09-GA-0651એ તેમને અડફેટે લીધા હતા. સ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક લોકોએ ગાડી રોકીને ડ્રાઇવરને નીચે ઉતાર્યો હતો. તેણે પોતે ખેરોજ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી હતી. ​આ અકસ્માતમાં રમેશભાઈને માથાના ભાગે, ખભા પર તેમજ પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ બેભાન થઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    લોકો પરેશાન:હિંમતનગરમાં દુર્ગા બ્રિજનું ધીમું કામ પ્રજા માટે ત્રાસરૂપ: રેલવે સ્ટેશન અને સિવિલનો માર્ગ બંધ
    Next Article
    મહાકુંભ અને શપથવિધિ સમારોહ ઇન્દોરમાં સંપન્ન:હુમડ જૈન સમાજના મહાકુંભમાં વિજયનગરના કાંતિભાઈ શાહ ફેડરેશનના રાષ્ટ્રીય સચિવ બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment