Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકો પરેશાન:હિંમતનગરમાં દુર્ગા બ્રિજનું ધીમું કામ પ્રજા માટે ત્રાસરૂપ: રેલવે સ્ટેશન અને સિવિલનો માર્ગ બંધ

    11 hours ago

    હિંમતનગરમાં નિર્માણાધીન દુર્ગા બ્રિજના કામના કારણે પાંચ બત્તીથી રેલવે સ્ટેશન તરફ જતો માર્ગ બંધ કરતાં રેલવે સ્ટેશન જવા માટે લાંબુ અંતર કાપવું પડે છે. જેના લીધે મુસાફરોને ભારે તકલીફ પડી રહી છે. આ ઉપરાંત, જૂની સિવિલ આગળ પણ મોટા પાયે ખોદકામ કરાયું હોવાથી અને માટીના મોટા ઢગલા સીધા હોસ્પિટલના દરવાજા પાસે જ ખડકી દેતાં રોજીંદા અવરજવર કરતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ બંધ હોવાને કારણે જૂની સિવિલ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી મહત્વની બેંકોમાં જવું લોકો માટે અત્યંત કઠિન બન્યું છે. હોસ્પિટલની નજીક વાહનો લઈ જવા પર પ્રતિબંધ જેવી સ્થિતિ સર્જાતા દર્દીઓ અને નાગરિકોએ દૂર વાહનો પાર્ક કરીને ચાલીને જવું પડે છે. બેંકમાં આવતા ગ્રાહકોએ મજબૂર થઈને આંબેડકર સર્કલ પાસે વાહન પાર્ક કરવા પડે છે, જે .સિવિલ પરિસરમાં નર્સિંગનો અભ્યાસ કરવા આવતી રેણુકા નામના વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે હોસ્પિટલના દરવાજા આગળ માટીના મોટા ઢગલા થઈ ગયા છે અને ચાલવા માટેનો કોઈ યોગ્ય રસ્તો ન હોવાથી અંદર પ્રવેશવામાં ભારે તકલીફ પડે છે. અમારે પણ વાહન બહાર જ પાર્ક કરીને ચાલતાં આવવું પડે છે. બેંક કર્મીઓને વાહન ચોરીનો ડર રહે છે‎ બેંકના એક કર્મચારીએ જણાવ્યું હતું કે અગાઉ અમે બેંકની આગળ જ ‎બાઇક પાર્ક કરતા હતા. જેથી વાહન સુરક્ષિત રહેતું અને ચોરીની કે ‎અન્ય કોઈ ચિંતા ન હોતી રહેતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી દૂર‎ આંબેડકર સર્કલ આગળ પાર્ક કરવું પડે છે. જેથી બાઇકની સલામતીની‎ સતત ચિંતા સતાવ્યા કરે છે અને ક્યારેક તો ગ્રાહકોનું કામ છોડીને પણ ‎બાઇક જોવા માટે બહાર દોડી જવું પડે છે.‎ ચાલવાનો માર્ગ ન હોઇ પડી જવાનો ભય રહે છે બેંકમાં પેન્શન લેવા આવનાર 80 વર્ષીય અશ્વિનભાઇ જોષીએ જણાવ્યું હતું કે હું વૃદ્ધ હોવાથી વાહન ચલાવી શકતો નથી. આથી રિક્ષામાં પેન્શન લેવા આવું છું. પરંતુ રિક્ષાવાળાઓ હવે બ્રિજના કામના લીધે આંબેડકર સર્કલે જ ઉતારી દે છે. જેથી બેંક સુધી લાંબુ ચાલીને જવું પડે છે. અહીં ચાલવાનો માર્ગ યોગ્ય ન હોવાથી પડી જવાનો અને વાગી જવાનો સતત ભય રહે છે. જો રિક્ષાવાળા લાંબો ફેરો ફરીને બેંક સુધી જાય તો તે આર્થિક રીતે પરવડતું નથી.
    Click here to Read More
    Previous Article
    નાર્કોટિક્સ અને સાયબર ક્રાઇમ સામે ''ઝીરો ટોલરન્સ'' નીતિ દાખવવા આદેશ‎:પાટણમાં પોલીસ તંત્રનું વાર્ષિક ઇન્સ્પેક્શન કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા સૂચના
    Next Article
    અકસ્માત:હિંમતનગરમાં પોલીસકર્મીએ ગાડીથી આધેડને ટક્કર મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment