Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાકુંભ અને શપથવિધિ સમારોહ ઇન્દોરમાં સંપન્ન:હુમડ જૈન સમાજના મહાકુંભમાં વિજયનગરના કાંતિભાઈ શાહ ફેડરેશનના રાષ્ટ્રીય સચિવ બન્યા

    10 hours ago

    હુમડ જૈન સમાજનો મહાકુંભ અને શપથવિધિ સમારોહ ઇન્દોર (મ.પ્ર.)માં સંપન્ન થયો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ વિપીન ગાંધીના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંગઠન અને એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. આ પ્રસંગે વિજયનગરના કાંતિભાઈ શાહની રાષ્ટ્રીય સચિવ તરીકે વરણી કરવામાં આવી છે. સમારોહમાં મહારાષ્ટ્રથી 250, મધ્યપ્રદેશથી 300, ગુજરાતથી 150 અને અન્ય પ્રાંતોમાંથી મળી કુલ 700 થી 800 રાષ્ટ્રીય કારોબારી સદસ્યો, મહિલા તથા યુવા પ્રકોષ્ઠના હોદ્દેદારોએ શિસ્તબદ્ધ રીતે ઉપસ્થિત રહી પોતાના પદના શપથ લીધા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રીતમ પલસદેવકર (પુણે), ઓમ પ્રકાશ ગોદાવત (ઉદયપુર), સુરેશ સંઘવી (વાંસવાડા), મિલિંદ મહેતા (મુંબઈ), વિમલચંદ ગાંધી (ઇન્દોર), પવન ગોવાડિયા (સાગવાડા), ભૌમિક શાહ અને વિમેશ દોષી (અમદાવાદ) હાજર રહ્યા હતા. ફેડરેશન ઓફ હુમડ જૈન સમાજના રાષ્ટ્રીય હોદ્દેદારો—અધ્યક્ષ વિપીન ગાંધી, મહાસચિવ મહેન્દ્ર બંડી, રાષ્ટ્રીય સચિવ કાન્તીભાઈ શાહ અને કોષાધ્યક્ષ મોક્ષક દોશીને સંહિતાસૂરી પંડિત હંસમુખજી ડાગરિયા દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હંસમુખજી ગાંધી અને પૂર્વ કલેક્ટર જયશ્રીજી કિયાવત (IAS) દ્વારા પ્રાંતિય તથા મહિલા પ્રકોષ્ઠના હોદ્દેદારોને શપથ ગ્રહણ કરાવાયા હતા. આ તકે વરિષ્ઠ સમાજસેવીઓ પદ્મશ્રી સુશીલ દોષી (ક્રિકેટ કોમેન્ટેટર) અને શૈલેન્દ્રજી ઘીયાને હુમડરત્નથી સન્માનિત કરાયા હતા. સુશીલ દોષીજીએ પોતાની યાદગાર કોમેન્ટ્રીની ઝલક રજૂ કરી સમગ્ર સભાગૃહમાં નવચેતના પૂરી હતી.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:હિંમતનગરમાં પોલીસકર્મીએ ગાડીથી આધેડને ટક્કર મારી
    Next Article
    Is Dianna Russini Finally Ready To Tell Her Side Of The Scandal?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment