Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાં:કુંભારવાડાની આંગણવાડીમાં બાળકોના નાસ્તામાં જીવાત મળતા વિવાદ, વિપક્ષના આક્ષેપ બાદ મનપા હરકતમાં

    6 hours ago

    મનપા તંત્ર અને કમિશ્નર માત્ર ઉત્સવો ઉજવવામાં વ્યસ્ત, બાળકોના ભવિષ્ય સાથે રમતો રમાય છે - કિશન મેર કોર્પોરેટર "સેમ્પલ તપાસીને જવાબદાર એજન્સી સામે કડક કાનૂની કાર્યવાહી કરાશે, કોઈને બક્ષવામાં નહીં આવે - ડેપ્યુટી મેયર અશોક બારૈયા ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં બાળકોને અપાતા ખોરાક સાથે ગંભીર બેદરકારી સામે આવી છે સરકાર દ્વારા આંગણવાડીના બાળકો માટે પૂરા પાડવામાં આવતા દાળ-ભાત અને શીરાના નાસ્તામાંથી જીવાતવાળો નાસ્તો આવ્યો હોવાની જાણ થતાં જ આંગણવાડી સુપરવાઈઝર અને વર્કરે સમયસૂચકતા વાપરીને ખોરાકનું વિતરણ તાત્કાલિક અટકાવી દીધું હતું. આ ઘટનાના પગલે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તમામ આંગણવાડીઓમાં તે દિવસનો નાસ્તો વિતરણ ન કરવા સૂચના આપવામાં આવી હતી અને મનપા સંચાલિત ખોરાકને બાજુ પર મૂકી બાળકોને પડીકાવાળો નાસ્તો આપવામાં આવ્યો હતો. કુંભારવાડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કિશન મેરે આંગણવાડી ખાતે ચેકિંગ હાથ ધરી તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આશરે એક મહિના પહેલા પણ કુંભારવાડાની આંગણવાડીમાં એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓનું વિતરણ થયું હતું, વારંવાર બાળકોના આરોગ્ય સાથે ચેડાં થવા છતાં મનપા કોઈ નક્કર પગલાં લેતી નથી, મનપા કમિશ્નર અને આરોગ્ય અધિકારીઓ માત્ર ઉત્સવો અને તહેવારો ઉજવવામાં વ્યસ્ત છે, સુપરવિઝનની પોતાની મૂળ જવાબદારીમાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યું છે, નાના બાળકો દેશનું ભવિષ્ય છે જો બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી નહીં થાય તો મનપાએ પરિણામ ભોગવવું પડશે. આગામી દિવસોમાં કોંગ્રેસની ટીમ જાતે આંગણવાડીઓનું સુપરવિઝન કરશે. આ મામલે ભાવનગરના ડેપ્યુટી મેયર અશોક બારૈયાએ સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, ઘટના અંગે નાસ્તાના સેમ્પલ મંગાવીને તપાસ કરવામાં આવશે, વિડિયોગ્રાફી અને પુરાવા ચકાસીને સંબંધિત એજન્સી સામે કડક કાનૂની કાર્યવાહી કરાશે, બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર એજન્સી કે જવાબદાર વ્યક્તિ ગમે તેટલી વગદાર હશે તો પણ તેને બક્ષવામાં નહીં આવે., રજા પરથી અધિકારીઓ પરત ફરતા જ મોતીબાગ અને કુંભારવાડા બંને આંગણવાડીના કિસ્સામાં ડૉ.સિન્હા અને આરોગ્ય વિભાગને સાથે રાખીને આગળની કાર્યવાહી હાથ ધરાશે...
    Click here to Read More
    Previous Article
    ગેસ ગળતરમાં મોત બાદ રાજકીય સ્વરૂપ:GSFC કંપનીમાં ગેસ ગળતરના કારણે યુવકના મોત બાદ યુવાનને વળતર અપાવવા મુદ્દે કરણી સેનાના યુવા અધ્યક્ષના ધરણા
    Next Article
    સરપંચે કહ્યું અમે પેશકદમી કરેલી છે અને આખા ગામમાં છે:કેશોદના કરેણી ગામમાં ગૌચરની જમીન પર દબાણ અંગે મહિલાએ કરી રજૂઆત, સરપંચ કહ્યું હા અમે પેશકદમી કરી છે,TDO એ કહ્યું તપાસ કરવામાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment