Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરપંચે કહ્યું અમે પેશકદમી કરેલી છે અને આખા ગામમાં છે:કેશોદના કરેણી ગામમાં ગૌચરની જમીન પર દબાણ અંગે મહિલાએ કરી રજૂઆત, સરપંચ કહ્યું હા અમે પેશકદમી કરી છે,TDO એ કહ્યું તપાસ કરવામાં આવશે

    7 hours ago

    ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગૌચરની જમીનો પર ભુમાફિયાઓ દ્વારા કબજો કરી લેવાની ફરિયાદો સમયાંતરે ઊઠતી રહે છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કરેણી ગામમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.કરેણી ગામમાં આવેલી સરકારી અને ગૌચરની કરોડોની જમીન પર ગેરકાયદેસર રીતે દબાણો કરાયા હોવાના આક્ષેપો કરાયા છે . ગામના ગૌચર તથા સીમતળની કિંમતી જમીનો પર માથાભારે તત્વો અને સ્થાનિક પંચાયતના પ્રતિનિધિઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે એક મહિલા અરજદારે તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી છે. અગાઉ નોટિસો આપવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી ન થતાં આખરે મામલો તાલુકા પ્રશાસન સુધી પહોંચ્યો છે, જ્યાં તાલુકા વિકાસ અધિકારીએ તપાસ કરીને કાયદેસરના પગલાં ભરવાની ખાતરી આપી છે.ત્યારે ગામના મહિલા સરપંચે જ પોતે દબાણ કર્યાનું અને આખા ગામમાં પેશ કદમી કરી હોવાની વાત કબૂલી છે. ​આ અંગે કરણી ગામના રહીશ અને મહિલા ફરિયાદી ધર્મિષ્ઠાબેન બાબરીયા દ્વારા તંત્રમાં સ્પષ્ટ અને આકરા શબ્દોમાં રજૂઆત કરવામાં આવી છે.ધર્મિષ્ઠાબેને જણાવ્યું હતું કે ગામમાં આવેલી ગૌચરની જગ્યા ઘણા લોકોએ ગેરકાયદેસર રીતે રોકી રાખી છે. આ દબાણ કરનારાઓમાં કેટલાક માથાભારે તત્વો હોવાથી તેમની સામે સામાન્ય લોકો કંઈ બોલી શકતા નથી.એક-એક માલિકે ત્રણથી ચાર વીઘા જેટલી જમીન પર કબ્જો જમાવ્યો છે. એટલું જ નહીં, ગામના સરપંચ અને ઉપસરપંચે પણ આ જ ગૌચરની જમીન દબાવેલી છે. પંચાયત દ્વારા અગાઉ બે વખત નોટિસો આપવામાં આવી હોવા છતાં આ બાબતે કોઈ આગળ વધતું નથી. તેમણે મૌખિક રીતે પણ પૂછપરછ કરી હતી પરંતુ સરપંચ કે તંત્ર તરફથી એવો જવાબ આપવામાં આવે છે કે અમારું કાઈ ચાલતું નથી, કારણ કે ખુદ તેમણે પણ જમીનો વારેલી છે. ફરિયાદીએ માંગ કરી છે કે આ ગૌચરની જમીન તાત્કાલિક અસરથી ખાલી કરાવવામાં આવે અને દબાણ કરનાર સરપંચ તથા ઉપસરપંચ સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવે. જો આ વખતે પણ અરજી દબાવી દેવામાં આવશે તો તેઓ ઉચ્ચ કક્ષા સુધી લડત ચાલુ રાખશે. ​બીજી તરફ આ વિવાદ અંગે જ્યારે કરેણી ગામના સરપંચ લાભુબેન હિંગરાજિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ગૌચરની જમીન પર પેશકદમી કર્યા હોવાનું કબૂલ્યું હતું અને જણાવ્યું હતું કે જમીન દબાણ દૂર કરવા અંગે ઉપરથી જે કાર્યાવાહી કરવાની સૂચના મળશે તે મુજબ રજૂઆત કરવામાં આવશે અને ઉપરથી આદેશ મળશે તે પ્રમાણે જ પંચાયત આગળની કાર્યવાહી કરશે.મહિલા સરપંચ દ્વારા પણ જમીન પર કરેલી કેસ કદમી અંગે પૂછતાં તેમણે સ્વીકાર્યું હતું કે તેમણે પણ જમીન વારેલી છે અને આખા ગામમાં ફરતી બાજુ લોકોએ પોતાના ખેતર પરફેસ ગરમી કરેલી છે. ​આ સમગ્ર મામલે કેશોદ તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવ ઠુમ્મરે જણાવ્યું હતું કે 31 ઓગસ્ટના અરજદાર શર્મિષ્ઠાબેન રામજીભાઈ બાબરીયા દ્વારા ધનેરી ગામમાં ગામતળ અને સીમતળમાં થયેલા દબાણ બાબતની અરજી તાલુકા પંચાયત કચેરી ખાતે મળેલ છે. આ અરજીને તપાસ અર્થે ગ્રામ પંચાયત કક્ષાએ મોકલી આપવામાં આવશે. તપાસ દરમિયાન જો અરજદારના જણાવ્યા મુજબ ત્યાં કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ કે પેશકદમી ધ્યાને આવશે, તો નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરીને તે દબાણ દૂર કરવામાં આવશે. આ તપાસમાં જો કોઈ ત્રાહિત વ્યક્તિ કે અન્ય કોઈ પણ દ્વારા પેશકદમી કરવામાં આવી હશે તો તેમની સામે પણ કડક પગલાં ભરી દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાં:કુંભારવાડાની આંગણવાડીમાં બાળકોના નાસ્તામાં જીવાત મળતા વિવાદ, વિપક્ષના આક્ષેપ બાદ મનપા હરકતમાં
    Next Article
    Buy, Sell Or Hold: Coforge, TCS, Graphite India, Mazagon Dock, Zee Ent - Ask Profit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment