Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ ગળતરમાં મોત બાદ રાજકીય સ્વરૂપ:GSFC કંપનીમાં ગેસ ગળતરના કારણે યુવકના મોત બાદ યુવાનને વળતર અપાવવા મુદ્દે કરણી સેનાના યુવા અધ્યક્ષના ધરણા

    6 hours ago

    વડોદરાની GSFC કંપનીમાં ગેસ ગળતરના કારણે એક યુવકનું મોત નીપજ્યું હતું જયારે એક યુવક સારવાર હેઠળ છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જોકે, આ ઘટનામાં કરણી સેનાના આગેવાન લખન દરબાર દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા અને પરિવારજનોને ન્યાય આપવા અંગે માંગ કરી હતી તો સામે MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વીડિયો મેસેજ કરી જણાવ્યું હતું કે, આ ઘટનામાં મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર મળે તે માટે માંગ કરી છે પરંતુ, કેટલાક લોકો રાજનીતિ કરે છે તે ન થવી જોઈએ. યુવકના મોત બાદ પરિવારજનોમાં ભારે રોષ ગેસ ગળતરની ઘટના બાદ મૃતકને યોગ્ય નાણાકીય વળતર અને ન્યાયની ખાતરી ન મળતાં પીડિત પરિવારે મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. મંગળવારે બપોરના સમયે પરિવારજનો અને સ્થાનિક અગ્રણીઓ વળતર અંગે ચર્ચા કરવા GSFC કંપનીના સત્તાધીશોને મળવા પહોંચ્યા હતા. જોકે, મધ્યસ્થી અને મુલાકાત દરમિયાન યોગ્ય કે સાનુકૂળ પ્રતિસાદ ન મળતાં આક્રોશિત થયેલા બાજવા ગામના આશરે 400 જેટલા લોકો બપોર પછી ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા. ન્યાયની આ લડતમાં હવે આસપાસના ગ્રામીણ વિસ્તારોનો સહકાર પણ વધી રહ્યો હતો. કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર દ્વારા આ અંગે ગ્રામજનો સાથે ધરણા યોજવામાં આવ્યા હતા અને વળતરની બાંયધરી ન મળે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી આપી હતી. મૃતકના પરિવારને યોગ્ય વળતર મળે તે માટે પ્રયાસો, રાજનીતિ ન કરો સમગ્ર મામલે આ વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ એક વીડિયો મેસેજમાં જણાવ્યું હતું કે, આપણા વિસ્તારના યુવાનનું મૃત્યુ થયું છે તે દુઃખદ બાબત છે અને આ મામલે મે GSFC કંપની ખાતે વાત કરીને મૃતકને વળતર આપવા ઉપરાંત તેના પરિવારજનોમાં બાળકોને કંપનીની સ્કૂલ-કોલેજમાં અભ્યાસ માટે વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ કરી છે. આ ઉપરાંત મંત્રી હર્ષ સંઘવીને પણ આ અંગે રજુઆત કરવામાં આવશે પરંતુ, કેટલાક લોકો આ મૃત્યુ બાદ રાજનીતિ કરી રહ્યા છે તે ન થવી જોઈએ. આપણા વિસ્તારના યુવાનનું મૃત્યુ થયું છે તેને મદદ કરવી જોઈએ. રાજનીતિ બંધ કરવી જોઈએ એમ કહી તેઓએ સીધું લખન દરબાર પર નિશાન તાક્યું હતું. કંપનીમાં શું બની હતી ઘટના? વડોદરાની GSFC કંપનીના યુરિયા પ્લાન્ટમાં સોમવારે સર્જાયેલી ગેસ લિકેજની ઘટનામાં બાજવા ગામના યુવક ઘનશ્યામભાઈ ગોહિલનું કરૂણ મોત નીપજ્યું હતું. યુરિયા પ્લાન્ટમાં મેઈન્ટેનેન્સની કામગીરી દરમિયાન કેયુર પરમાર નામના કર્મચારી ટાંકીમાં ઉતર્યા હતા. આ સમયે અચાનક કાર્બન ડાયોક્સાઈડ ગેસનો રિસાવ શરૂ થતાં કેયુરભાઈની તબિયત લથડી હતી. સાથી કર્મચારીને મુશ્કેલીમાં જોઈ તેમને બચાવવા માટે ઘનશ્યામભાઈ તરત જ ટાંકીમાં ઉતર્યા હતા પરંતુ, ઝેરી વાયુની અસર હેઠળ આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ અકાળે અવસાન થયું હતું. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. GSFC કંપનીએ મૃતક ઘનશ્યામ ગોહિલના પરિવારને 30 લાખનું વળતર અને બાળકોના અભ્યાસની જવાબદારી સ્વીકારી છે, જેના કારણે ગ્રામજનોએ આંદોલન સમેટી લીધું છે.
    Click here to Read More
    Previous Article
    27મીથી સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા:પ્રથમ વખત ઓનલાઈન ટિકિટિંગ શરૂ થશે, થનારી આવક નાટ્ય સંસ્થાઓને અપાશે
    Next Article
    ભાવનગરમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાં:કુંભારવાડાની આંગણવાડીમાં બાળકોના નાસ્તામાં જીવાત મળતા વિવાદ, વિપક્ષના આક્ષેપ બાદ મનપા હરકતમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment