Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીપુરીના વેપારી પર ચપ્પુ બતાવી હુમલો:ચુરાના પૈસા માંગવા બાબતે માથાભારે શખ્સે મચાવ્યો આતંક

    8 hours ago

    વડોદરા શહેરમાં નજીવી બાબતે ઉશ્કેરાઈને અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવાની ઘટના સામે આવી છે. માંજલપુર વિસ્તારમાં રહેતા અને પાણીપુરીની લારી ચલાવી ગુજરાન ચલાવતા સતીષભાઈ પરશુરામભાઈ કુશવાહ પવનદૂત નગર ખાતે વેપાર કરી રહ્યા હતા ત્યારે નૈતિક પટેલ નામના શખ્સે તેમની સાથે વિવાદ કર્યો હતો. પાણીપુરીના ચુરાના પૈસા માંગવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ ગયેલા નૈતિકે વેપારીને ગાળો ભાંડી, ઝપાઝપી કરી તમાચા મારી દીધા હતા અને જાહેરમાં ચપ્પુ બતાવી ધમકાવ્યા હતા. પુંજીબા નગરના નાકે પીછો કરી ધમકી આપી પવનદૂત નગર ખાતે બનેલા બનાવ બાદ સતીષભાઈ પોતાનો જીવ બચાવીને લારી લઈને પુંજીબા નગર પહોંચ્યા હતા. જોકે, માથાભારે નૈતિક પટેલે તેમનો પીછો છોડ્યો નહોતો અને સાંજના આશરે 5:30 વાગ્યાની આસપાસ તે પુંજીબા નગરના નાકા પર પહોંચી ગયો હતો. ત્યાં તેણે સતીષભાઈને મોટેમોટેથી બૂમો પાડી બહાર બોલાવ્યા હતા અને "તને જોઈ લઈશ" તેવી ધમકીઓ આપીને જાહેરમાં ગંદી અને બિભત્સ ગાળો બોલી ઉત્પાત મચાવ્યો હતો. વચ્ચે પડેલા નિર્દોષ નાગરિક પર પણ હુમલો આ સમગ્ર ઘટના દરમિયાન ત્યાં હાજર સ્થાનિક રહીશ નિલેષભાઈ કહારે નૈતિકને જાહેરમાં અપશબ્દો બોલવાની મનાઈ કરી હતી. તેનાથી વધુ રોષે ભરાયેલા આરોપીએ "તું મને રોકનારો કોણ" કહી નિલેષભાઈ સાથે પણ ઝપાઝપી કરી તેમને 2 થી 3 લાફા ઝીંકી દીધા હતા. બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક એકત્ર થઈ જતાં આરોપી નૈતિક પટેલ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર મામલે ભોગ બનનાર લારી સંચાલક સતીષભાઈએ પોલીસ મથકે પહોંચી હુમલાખોર સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    રિક્ષાચાલકના અપહરણમાંથી બચી 16 વર્ષની સગીરા:ભરૂચ રેલવે શી-ટીમે બચાવી, UPમાં અપહરણનો ગુનો નોંધાયો હતો
    Next Article
    અમરેલીમાં 5 વર્ષના બાળકના અપહરણનો ભેદ ઉકેલાયો:પોલીસે 15 કલાકમાં 170થી વધુ CCTV ફૂટેજ તપાસી આરોપીને વિરપુરથી ઝડપી પાડ્યો, બાળક પરિવારને સોંપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment