Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિક્ષાચાલકના અપહરણમાંથી બચી 16 વર્ષની સગીરા:ભરૂચ રેલવે શી-ટીમે બચાવી, UPમાં અપહરણનો ગુનો નોંધાયો હતો

    8 hours ago

    ભરૂચ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસની શી-ટીમની સતર્કતાથી રિક્ષાચાલકના અપહરણનો ભોગ બનેલી 16 વર્ષની સગીરાનો સુરક્ષિત બચાવ થયો છે. બાળકી ઉત્તર પ્રદેશથી અપહૃત થઈ હતી અને આરોપી તેને ટ્રેનમાં મુંબઈ તરફ લઈ જઈ રહ્યો હતો. ભરૂચ સ્ટેશને બાળકી ચાલાકી વાપરીને ટ્રેનમાંથી ઉતરી ગઈ હતી. પોલીસે તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપ્યા બાદ તેના પિતા સાથે સુરક્ષિત મિલાપ કરાવ્યો છે. ભરૂચ રેલવે સ્ટેશનેથી સગીરા એકલી મળી આવી 7 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 9:30 વાગ્યે ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર એક સગીરા મૂંઝવણમાં બેઠેલી શી-ટીમના ધ્યાને આવી હતી. મહિલા પોલીસે પ્રેમપૂર્વક પૂછપરછ કરતા સગીરાએ પોતાની આપવીતી જણાવી હતી. તે 5 સપ્ટેમ્બરે શાળાએથી ઘરે જવા રિક્ષામાં બેઠી ત્યારે રિક્ષાચાલક તેને ડરાવી-ધમકાવીને ટ્રેનમાં મુંબઈ તરફ લઈ જતો હતો. ભરૂચ સ્ટેશને ટ્રેન ઊભી રહેતા સગીરાએ વોશરૂમ જવાનું બહાનું કાઢી ઉતરીને પોતાનો બચાવ કર્યો હતો. સખી વન સ્ટોપ સેન્ટરમાં પિતા સાથે મિલન રેલવે પોલીસે સગીરાને આશ્વાસન આપીને તાત્કાલિક કાઉન્સેલિંગ અર્થે ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલી હતી. સેન્ટર દ્વારા રહેવા-જમવાની વ્યવસ્થા કરી બાળકીના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સંપર્ક કરતા જાણવા મળ્યું કે ઉત્તર પ્રદેશમાં તેના અપહરણનો ગુનો અગાઉથી નોંધાયેલો હતો. જાણ થતાં જ તેના પિતા તથા ઉત્તર પ્રદેશ પોલીસ રોડ માર્ગે ભરૂચ પહોંચ્યા હતા. સખી વન સ્ટોપ સેન્ટરમાં પિતાને જોતા જ સગીરા ભેટી પડી હતી અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
    Click here to Read More
    Previous Article
    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પ્રી-રિપબ્લિક ડે કેમ્પ માટે 37 વિદ્યાર્થી પસંદ:NSS દ્વારા આયોજિત કેમ્પમાં 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, હવે રાજ્ય કક્ષાએ અમદાવાદ જશે
    Next Article
    પાણીપુરીના વેપારી પર ચપ્પુ બતાવી હુમલો:ચુરાના પૈસા માંગવા બાબતે માથાભારે શખ્સે મચાવ્યો આતંક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment