Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પ્રી-રિપબ્લિક ડે કેમ્પ માટે 37 વિદ્યાર્થી પસંદ:NSS દ્વારા આયોજિત કેમ્પમાં 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, હવે રાજ્ય કક્ષાએ અમદાવાદ જશે

    9 hours ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગે 9 સપ્ટેમ્બર, 2026ના રોજ પ્રી-રિપબ્લિક ડે કેમ્પ માટે સિલેક્શન કેમ્પ યોજ્યો હતો. આ કેમ્પમાં યુનિવર્સિટી સાથે જોડાયેલી અલગ અલગ કોલેજોના 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા, પરેડ અને વ્યક્તિગત વ્યક્તિત્વના આધારે પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પ્રક્રિયામાં સૌથી પહેલા વિદ્યાર્થીઓની 1.5 કિલોમીટરની દોડ થઈ હતી. પછી તેમને એક કલાક સુધી પરેડની તાલીમ આપીને તેની કસોટી લેવાઈ હતી. આ સિવાય, બધા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યા હતા. આખી પસંદગી પ્રક્રિયા પછી કુલ 45 વિદ્યાર્થીઓમાંથી 37 વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી. પસંદ થયેલા આ વિદ્યાર્થીઓ 17 સપ્ટેમ્બર, 2026ના રોજ રાજ્ય કક્ષાના પ્રી-રિપબ્લિક ડે કેમ્પમાં ભાગ લેવા ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ જશે. NSS વિભાગે પસંદ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. તેમને રાજ્ય કક્ષાના કેમ્પમાં સારું પ્રદર્શન કરીને યુનિવર્સિટીનું નામ રોશન કરવા માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    સગીરાનું મોત થયું તે પહેલા સાવકા બાપે દુષ્કર્મ આચર્યાનો ઘટસ્ફોટ:સુરતમાં 2 વર્ષ પહેલા થયેલા કુદરતી મોતના કેસમાં નવો વળાંક, DNA રિપોર્ટથી આરોપીનો ભાંડો ફૂટ્યો
    Next Article
    રિક્ષાચાલકના અપહરણમાંથી બચી 16 વર્ષની સગીરા:ભરૂચ રેલવે શી-ટીમે બચાવી, UPમાં અપહરણનો ગુનો નોંધાયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment