Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં 5 વર્ષના બાળકના અપહરણનો ભેદ ઉકેલાયો:પોલીસે 15 કલાકમાં 170થી વધુ CCTV ફૂટેજ તપાસી આરોપીને વિરપુરથી ઝડપી પાડ્યો, બાળક પરિવારને સોંપાયું

    8 hours ago

    અમરેલી તાલુકાના મોટા આંકડીયા વિસ્તારમાંથી 5 વર્ષના બાળકના અપહરણના બનાવમાં અમરેલી LCB અને રૂરલ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢી આરોપી લલિતભાઈ રૂપસિંગભાઈ જમરેને વિરપુર ગામેથી ઝડપી લીધો હતો. પોલીસે બાળકને તેના માતા-પિતાને સોંપતા પરિવાર સાથે સુખદ મિલન થયું હતું. DYSPના માર્ગદર્શન હેઠળ પાંચ ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ હતી બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે DYSP ચિરાગ દેસાઈને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. ત્યારબાદ LCB PI સી.પી. વાઘેલા અને અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના PI ઓમદેવ સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાંચ જેટલી ટીમો બનાવી અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. ઓળખીતા યુવકે વિશ્વાસ કેળવી ખેતરે રહેવાની મંજૂરી મેળવી ફરિયાદી રાકેશભાઈ બામણીયા મોટા આંકડીયા ખાતે પરિવાર સાથે રહે છે અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. આશરે છ મહિના પહેલાં તેમની ઓળખાણ લલિત નામના યુવક સાથે થઈ હતી. ત્યારબાદ લલિતે ફરિયાદીના ખેતરે આવજાવ શરૂ કરી હતી અને વિશ્વાસ કેળવી ત્યાં રહેવાની મંજૂરી મેળવી હતી. મોટરસાઇકલ પર બાળકને બેસાડી આરોપી નીકળી ગયો 6 સપ્ટેમ્બરના રોજ ફરિયાદી અને તેમની પત્ની ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે લલિત ફરિયાદીની મોટરસાઇકલ લઈને તેમના 5 વર્ષના પુત્રને સાથે બેસાડી નીકળી ગયો હતો. લાંબો સમય પસાર થયા છતાં બંને પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. કોઈ ભાળ ન મળતાં 7 સપ્ટેમ્બરના રોજ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપી પાસે મોબાઇલ ન હોવા છતાં મોટરસાઇકલના નંબરથી કડી મળી આરોપી પાસે મોબાઇલ ફોન ન હોવાથી પોલીસ માટે તપાસ પડકારજનક બની હતી. પોલીસ પાસે આરોપીના નામ સિવાય પણ ખાસ માહિતી નહોતી. જોકે અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી ફરિયાદીની મોટરસાઇકલના નંબરને આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી. 15 કલાકમાં અમરેલીથી વિરપુર સુધી 170થી વધુ CCTV કેમેરા તપાસ્યા અમરેલી જિલ્લા નેત્રમ શાખાની મદદથી મોટરસાઇકલ અમરેલીથી રાજકોટ ગ્રામ્ય તરફ ગઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય નેત્રમ શાખા અને ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમની ત્રીનેત્ર શાખાની મદદ લેવામાં આવી હતી. જેતપુરથી વિરપુર સુધી વિવિધ CCTV કેમેરાના ફૂટેજના આધારે પોલીસે વાહનનો પીછો કર્યો હતો. જેતપુર ટાઉન વિસ્તારમાં આરોપીની હાજરી હોવાનું સામે આવ્યા બાદ પોલીસે વિવિધ CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં આરોપી રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે તરફ જતો જોવા મળ્યો હતો. ત્યારબાદ હાઇવે રૂટના CCTV ઉપરાંત હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સહારો લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે આશરે 15 કલાક સતત કામગીરી કરી હતી. આ દરમિયાન 170થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. પાંચ જેટલી ટીમોએ સંકલિત રીતે કામગીરી કરી ગણતરીના કલાકોમાં બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે વિરપુરથી આરોપી ઝડપાયો પોલીસે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોટલ, કારખાના અને કંપનીઓ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આરોપી વિરપુર તરફ ગયો હોવાનું સામે આવ્યા બાદ ત્યાં પણ CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ઉપરાંત ઝૂંપડપટ્ટી, ધર્મશાળા, ભોજનાલય, ગેસ્ટહાઉસ, હોટલ તથા આસપાસની વાડીઓ અને ખેતરોમાં રહેતા પરપ્રાંતીય મજૂરોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સતત તપાસ દરમિયાન પોલીસને આરોપી લલિત વિરપુર ગામમાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વિરપુર ગામેથી અમરેલીના મોટા આંકડીયા ગામના 25 વર્ષીય આરોપી લલિતભાઈ રૂપસિંગભાઈ જમરેની ધરપકડ કરી છે. આરોપી મૂળ મધ્યપ્રદેશના બડવાણી જિલ્લાના હોવાનું પોલીસે જણાવ્યું છે. આરોપીના કબજામાંથી અપહરણ કરાયેલા 5 વર્ષના બાળકને પણ હેમખેમ છોડાવી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાએ ટીમને અભિનંદન પાઠવ્યા બાળકને સુરક્ષિત રીતે પરત લાવવાના સફળ ઓપરેશન બદલ જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. DYSP ચિરાગ દેસાઈ, LCB PI સી.પી. વાઘેલા, તાલુકા PI ઓમદેવ સિંહ જાડેજા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ સમગ્ર કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાણીપુરીના વેપારી પર ચપ્પુ બતાવી હુમલો:ચુરાના પૈસા માંગવા બાબતે માથાભારે શખ્સે મચાવ્યો આતંક
    Next Article
    એશિયન ગેમ્સના 10 દિવસ પહેલા જાપાનમાં પૂર:400 ખેલાડીઓ-સ્ટાફને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા; મેયરે કહ્યું- ઇવેન્ટ પર અસર નહીં થાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment