Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં કમ્પાઉન્ડ વોલના વિવાદમાં મહિલા પર જીવલેણ હુમલો:તક્ષશીલા સોસાયટીમાં મહિલાના કપડાં ફાડી, વાળ પકડી ઢસડી; સાત લોકો સામે ફરિયાદ

    9 hours ago

    મહેસાણાના સોમનાથ રોડ પર આવેલી તક્ષશીલા સોસાયટીમાં કમ્પાઉન્ડ વોલના જૂના વિવાદમાં મહિલા પર જીવલેણ હુમલો કરી કપડાં ફાડી નાખવાની ગંભીર ઘટના બનતાં ચકચાર મચી ગઈ છે. પીડિત મહિલાના પતિ બાબુલાલ વણકરે એ-ડિવિઝન પોલીસ મથકે સામાવાળા લોકો સામે હુમલાના આરોપ મૂક્યા છે. તક્ષશીલા સોસાયટી અને શિવકુટિર વચ્ચે આવેલી દીવાલ અંગે નારાજ આરોપીઓએ અગાઉ હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી. વિડીયો ઉતારી ગાળો ભાંડી ગત 6 સપ્ટેમ્બરના રોજ સાંજે વસંતીબેન સોસાયટીમાં ચાલવા નીકળ્યા ત્યારે શિવવાટિકા સોસાયટીના રહીશ સુમિતાબેને તેમનો વિડીયો ઉતારી ગાળો આપી હતી. બનાવ અંગે 181 મહિલા હેલ્પલાઈનની ટીમ સ્થળ પર આવી હતી. 181ની ટીમ રવાના થયાના થોડા સમયમાં સામાવાળા લોકો હાથમાં ધોકા જેવા હથિયારો સાથે બાબુલાલના ઘરે ત્રાટક્યા હતા. અક્ષયકુમાર, પાર્થ અને દર્શિલકુમારે મહિલા પર હુમલો કરી કપડાં ફાડી નાખ્યા હતા. મહિલાને ગંભીર ઈજા પહોંચી આરોપીઓએ વસંતીબેનના વાળ પકડીને ઢસડ્યા હતા. પતિ વચ્ચે પડતાં તેમને પણ ધક્કો મારી દૂર ફેંકી દેવાયા હતા. હુમલામાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં વસંતીબેનને 108 મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પીડિતના પતિએ આક્ષેપ કર્યો કે સામાવાળા લોકો રાજકીય વગ ધરાવતા હોવાથી પોલીસે ભોગ બનનાર પરિવાર સામે જ રાયોટીંગનો ખોટો ગુનો દાખલ કરી મુખ્ય આરોપીઓને બચાવવાનો પ્રયાસ કર્યો છે. સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ આ મામલે અક્ષય, પાર્થ, શ્રદ્ધાબેન, દર્શિલ, સુનિતાબેન, ગોવિંદભાઈ, જીગ્નેશ અને અભિજીત સહિત કુલ 7 લોકો સામે ગુનો નોંધાયો છે. એ-ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચામાં કેફી પીણું પીવડાવી કોન્ટ્રાક્ટરને લૂંટી લીધો:કાલુપુર રેલવે સ્ટેશન બહાર બે શખ્સોએ સોનાની ચેઈન-મોબાઈલ સહિત ઓનલાઈન 77 હજાર પડાવી લીધા
    Next Article
    કેનેડામાં સિંગર-એક્ટર એમી વિર્ક પર ફાયરિંગ:ધડાધડ 10 ગોળીઓ ચલાવી હુમલાખોરો ફરાર, ઘટનાસ્થળથી 5km દૂર જઈને SUV સળગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment