Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચામાં કેફી પીણું પીવડાવી કોન્ટ્રાક્ટરને લૂંટી લીધો:કાલુપુર રેલવે સ્ટેશન બહાર બે શખ્સોએ સોનાની ચેઈન-મોબાઈલ સહિત ઓનલાઈન 77 હજાર પડાવી લીધા

    9 hours ago

    મહારાષ્ટ્રના નાલાસોપારા ઈસ્ટમાં રહેતા અને ઈલેક્ટ્રિક કોન્ટ્રાક્ટનું કામ કરતા જયપ્રકાશ તિવારી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે લાઈટ ફિટિંગનું કામ કરવા અમદાવાદ આવ્યા હતા. કામ પૂર્ણ કર્યા બાદ કાલુપુર રેલવે સ્ટેશનથી પરત જતી વખતે બે શખ્સોએ વિશ્વાસ કેળવી ચા પીવડાવવાના બહાને તેમને બેભાન કરી સોનાની ચેઈન, મોબાઈલ ફોન અને ગુગલ પે મારફતે 77 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જે અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જયપ્રકાશને હંસપુરાના રામદેવપીરના મંદિર અને નરોડાના ખોડિયાર માતાના મંદિરમાં લાઈટ ફિટિંગનું કામ મળ્યું હતું. તેઓ કારીગર ક્રિષ્નાકાંત સાથે અમદાવાદ આવ્યા હતા. 7 સપ્ટેમ્બરે કામ પૂર્ણ કર્યા બાદ બંને નરોડાથી રિક્ષામાં કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ટિકિટ લઈને બેઠા હતા, ત્યારે રાજેશ યાદવ નામનો યુવક તેમની પાસે આવ્યો હતો. તેણે પોતાની કંપનીએ એક વર્ષનો પગાર ન આપ્યો હોવાથી ઓફિસમાંથી બે લાખ રૂપિયા લઈને પટના જતો હોવાનું કહી બેગમાંથી નોટોના બંડલ બતાવ્યા હતા. રાજેશે ચા-પાણીની વાત કરતાં જયપ્રકાશ તેને ચા પીવડાવવા લઈ ગયા હતા. દરમિયાન અન્ય એક શખ્સ આવ્યો હતો અને રાજેશ પાસે બે લાખ રૂપિયા હોવાથી રસ્તામાં લૂંટાઈ જવાની બીક બતાવી જયપ્રકાશને તેને ટ્રેનમાં બેસાડી દેવા કહ્યું હતું. રાજેશ રડવા લાગતા જયપ્રકાશને તેના પર દયા આવી હતી. ચા પીધા બાદ જયપ્રકાશનું માથું ભારે થવા લાગ્યું હતું. ત્યારબાદ રાજેશ અને તેના સાગરીતે તેમની સોનાની ચેઈન તથા મોબાઈલ લઈ લીધો હતો. ઉપરાંત ગુગલ પે મારફતે અલગ અલગ ખાતામાં 77 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ બંને શખ્સો ફરાર થઈ ગયા હતા. કાલુપુર પોલીસે બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ચાંદી ₹1,891 વધીને ₹2.36 લાખ પ્રતિ કિલો પર પહોંચી:સોનું ₹355 મોંઘું થઈને 1.53 લાખનું 10 ગ્રામ થયું, હજુ વધી શકે છે ભાવ
    Next Article
    મહેસાણામાં કમ્પાઉન્ડ વોલના વિવાદમાં મહિલા પર જીવલેણ હુમલો:તક્ષશીલા સોસાયટીમાં મહિલાના કપડાં ફાડી, વાળ પકડી ઢસડી; સાત લોકો સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment