Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનેડામાં સિંગર-એક્ટર એમી વિર્ક પર ફાયરિંગ:ધડાધડ 10 ગોળીઓ ચલાવી હુમલાખોરો ફરાર, ઘટનાસ્થળથી 5km દૂર જઈને SUV સળગાવી

    9 hours ago

    પંજાબી સિંગર અને એક્ટર એમી વિર્ક પર કેનેડામાં શો પછી ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. શનિવારે મોડી રાત્રે શો પૂરો કરીને પરત ફરી રહેલા એમી વિર્કની રોલ્સ રોયસ કલિનન પર અજાણ્યા હુમલાખોરોએ આડેધડ ફાયરિંગ કર્યું. ગાડીમાં એમી વિર્ક સહિત ચાર લોકો સવાર હતા. લગભગ 7 થી 10 ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાંથી 7ના નિશાન ગાડી પર મળ્યા. હુમલામાં બધા સુરક્ષિત છે. શરૂઆતમાં એક કાર પર ગોળીઓ ચાલ્યાની સૂચના હતી, પરંતુ આયોજકોએ હવે સ્પષ્ટ કર્યું છે કે આ કારમાં પંજાબી સિંગર એમવી વિર્ક પણ હતા. જોકે, દુનિયાની મોંઘી કારોમાંની એક રોલ્સ રોયસ કલિનનમાં હોવાને કારણે ગોળીઓ આરપાર થઈ શકી નહીં. કારમાં 7 બુલેટ વાગી છે. વધુ નુકસાન પાછળના કાચ પર થયું. શો પતાવીને નીકળ્યો, ત્યારે ગાડી પર ગોળીઓ વરસાવી ઘટના શનિવારે રાત્રે લગભગ 11 વાગ્યે કેનેડાના મેક્કલમ રોડ અને સાઉથ ફ્રેઝર વે પાસે બની હતી. એમી વિર્ક એબોટ્સફોર્ડના રોજર ફોર્નમાં શો પૂરો કરીને રોલ્સ રોયસમાં નીકળ્યો હતો. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ તેની ગાડીને નિશાન બનાવી હતી. ગોળીઓની સૌથી વધુ અસર પાછળના કાચ પર થઈ હતી, પરંતુ ગાડીની મજબૂત બોડીને કારણે તે આરપાર થઈ શકી ન હતી. ગાડીમાં એમી સાથે એવી વ્યક્તિ પણ હતી, જેના પર પહેલા 3 હુમલા થઈ ચૂક્યા છે એમી વિર્ક ઉપરાંત ગાડીમાં સર્રેની એક વ્યક્તિ પણ હાજર હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ગોપનીયતાનો હવાલો આપતા એ જણાવવામાં આવ્યું નથી કે હુમલાખોરોનું અસલી નિશાન કોણ હતું. જોકે, આ વ્યક્તિ પર અગાઉ ત્રણ વખત જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે. આ જ કારણોસર પોલીસ અનેક એંગલથી મામલાની તપાસ કરી રહી છે. ઘટના બાદ 5 કિમી દૂર SUV સળગાવી ફાયરિંગ બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. પોલીસને ઘટનાસ્થળેથી લગભગ 5 કિલોમીટર દૂર સની સાઇડ પ્લેસ પાસે એક શંકાસ્પદ SUV સળગેલી હાલતમાં મળી. આશંકા છે કે આ જ વાહનનો ઉપયોગ હુમલામાં કરવામાં આવ્યો હતો. ગાડીને આગ લગાડવાથી તપાસમાં પુરાવા એકઠા કરવા પોલીસ માટે પડકાર બની ગયો છે. પોલીસ તપાસમાં લાગી, પંજાબી ઇન્ડસ્ટ્રીમાં ચિંતા પોલીસે ફાયરિંગ અને શંકાસ્પદ SUV સળગાવવાની પુષ્ટિ કરી છે. આ મામલે તપાસ ચાલુ છે અને હુમલાખોરોની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એમી વિર્ક ગાડીમાં હાજર હોવાની પુષ્ટિ પંજાબી મ્યુઝિક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો અને તેમના પરિજનોએ પણ કરી છે. કેનેડામાં પંજાબી કલાકારોના કાર્યક્રમો અને તેમની સુરક્ષાને લઈને આ ઘટનાએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. છેલ્લા 3 વર્ષમાં આ કલાકારો પર હુમલો થયો… નવેમ્બર 2023- ગિપ્પી ગ્રેવાલની કાર પર ફાયરિંગ વેનકુવરના વ્હાઇટ રોક વિસ્તારમાં પંજાબી સિંગર ગિપ્પી ગ્રેવાલની કાર પર અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. ગોળીઓ વાહન સાથે અથડાઈ, પરંતુ ગિપ્પી સુરક્ષિત બચી ગયા. લોરેન્સ બિશ્નોઈ ગેંગે હુમલાની જવાબદારી લીધી હતી. આ ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું. 1 સપ્ટેમ્બર 2024- એપી ઢિલ્લોનના ઘર પર 14 રાઉન્ડ ફાયર વેનકુવર આઇલેન્ડના કોલવુડમાં પંજાબી સિંગર એપી ઢિલ્લોનના ઘરે 14 રાઉન્ડ ફાયરિંગ થયું. હુમલા દરમિયાન બે વાહનોમાં આગ પણ લગાડવામાં આવી. બિશ્નોઈ-ગોદારા ગેંગે સલમાન ખાન સાથે ઢિલ્લોનના વીડિયોને હુમલાનું કારણ જણાવ્યું. ઢિલ્લોન સુરક્ષિત રહ્યો. બાદમાં આ મામલે એક આરોપીને સજા થઈ. 4 ફેબ્રુઆરી 2025- પ્રેમ ઢિલ્લોનના ઘરે ગોળીઓ ચાલી કેનેડામાં પંજાબી સિંગર પ્રેમ ઢિલ્લોનના ઘરને નિશાન બનાવીને ફાયરિંગ કરવામાં આવ્યું. જયપાલ ભુલ્લર ગેંગે તેની જવાબદારી લેતા સિદ્ધુ મૂસેવાલાનો ઉલ્લેખ કર્યો. ફાયરિંગમાં ઘરને નુકસાન થયું, પરંતુ કોઈ ઇજાગ્રસ્ત થયું નહીં. 9 જુલાઈ 2025- કપિલ શર્માના કેફેની બહાર ફાયરિંગ સર્રેમાં કોમેડિયન કપિલ શર્માના કેપ્સ કેફેની બહાર ગોળીઓ ચલાવવામાં આવી. ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું નહીં. બિશ્નોઈ ગેંગે હુમલાની જવાબદારી લેવાનો દાવો કર્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. ઓક્ટોબર 2025- તેજી હલોનને ગોળીઓ વાગી કેનેડામાં પંજાબી સિંગર તેજી હલોન પર ગોળીબાર કરવામાં આવ્યો. તેમના પેટમાં ગોળીઓ વાગી અને તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું. રોહિત ગોદારા ગેંગ સાથે સંકળાયેલા લોકોએ હથિયારો અને પૈસાની સપ્લાયનો આરોપ લગાવતા હુમલાની જવાબદારી લેવાનો દાવો કર્યો. ઓક્ટોબર 2025- ચન્ની નટ્ટનના ઘર પર ફાયરિંગ સર્રેમાં પંજાબી સિંગર ચન્ની નટ્ટનના ઘર પર ગોળીઓ ચલાવવામાં આવી. લોરેન્સ બિશ્નોઈ ગેંગે સરદાર ખેરા સાથેની તેમની કથિત નિકટતાને હુમલાનું કારણ જણાવ્યું. ઘટનામાં કોઈ ઘાયલ થયું ન હતું. આ હુમલો પણ પંજાબી કલાકારોને નિશાન બનાવવાની સતત સામે આવી રહેલી ઘટનાઓમાં સામેલ હતો.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં કમ્પાઉન્ડ વોલના વિવાદમાં મહિલા પર જીવલેણ હુમલો:તક્ષશીલા સોસાયટીમાં મહિલાના કપડાં ફાડી, વાળ પકડી ઢસડી; સાત લોકો સામે ફરિયાદ
    Next Article
    રાજકોટમાં નિર્માણાધીન બ્રિજની કામગીરીમાં બેદરકારી મામલે કાર્યવાહી:બે ઈજનેરને સસ્પેન્ડ કરાયા, ડેપ્યુટી કમિશ્નર અને સિટી ઈજનેરને નોટિસ ફટકારી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment