Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રામસેવકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો:પડતર માંગણીઓ અને વધારાના કામના વિરોધમાં તબક્કાવાર આંદોલનની જાહેરાત

    10 hours ago

    ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળના આહ્વાનથી ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરના ગ્રામસેવકોએ આંદોલન શરૂ કર્યું છે. તેમની લાંબા સમયથી પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા અને અન્ય કેડરના વધારાના કામો સોંપવામાં આવતા તેઓ વિરોધ કરી રહ્યા છે. સરકારે આપેલા અલ્ટીમેટમની મુદત પૂરી થઈ હોવા છતાં પ્રશ્નો ઉકેલાયા નથી, જેના કારણે ગ્રામસેવકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે તેમણે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ જિલ્લા ગ્રામસેવક મંડળના પ્રમુખ કેતન જાદવે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ગ્રામસેવકો ખેડૂતો અને સરકાર વચ્ચે કડીરૂપ કામ કરે છે. તેઓ છેવાડાના ગામડાઓ સુધી કૃષિ યોજનાઓના લાભ પહોંચાડે છે. તેમ છતાં, તેમના પર અન્ય કેડરના બિનજરૂરી અને વધારાના કામોનું દબાણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રશ્ન અંગે રાજ્ય કક્ષાએ સરકારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પ્રશ્નોના ઉકેલ માટે સાત દિવસનો સમય પણ અપાયો હતો. જોકે, સમયમર્યાદા પૂરી થયા પછી પણ કોઈ સંતોષકારક નિર્ણય લેવાયો નથી. આથી ગ્રામસેવકોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી છે. ગ્રામસેવક મંડળે તબક્કાવાર આંદોલનનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ કાર્યક્રમ મુજબ, આગામી દિવસોમાં ગ્રામસેવકો વિવિધ રીતે વિરોધ નોંધાવશે. આજે તેમણે કાળી પટ્ટી ધારણ કરીને કામ કર્યું હતું. 10 સપ્ટેમ્બરે જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવશે. 14 સપ્ટેમ્બરે તેઓ તમામ સત્તાવાર અને સરકારી વોટ્સએપ ગ્રૂપમાંથી બહાર નીકળી જશે. 21 સપ્ટેમ્બરે તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરાશે. 25 સપ્ટેમ્બરે 'પેન ડાઉન' એટલે કે તમામ લેખિત કામગીરી બંધ રહેશે. 1 ઓક્ટોબરે તમામ કર્મચારીઓ સામૂહિક માસ સીએલ (રજા) પર ઉતરી જશે. અને 2 ઓક્ટોબર, ગાંધી જયંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરાશે. ગ્રામસેવક મંડળના આગેવાનોએ આ અંગે ચેતવણી આપી છે. આ આંદોલનના કારણે કૃષિ અને ગ્રામ્ય ક્ષેત્રની ખેડૂતલક્ષી કે વહીવટી કામગીરી ખોરવાશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને સંબંધિત વહીવટી તંત્રની રહેશે. ગ્રામસેવકોએ માંગ કરી છે કે, સરકાર તેમના પડતર પ્રશ્નોનો વહેલી તકે ન્યાયિક ઉકેલ લાવે. જેથી આ આંદોલન સમેટી શકાય.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં CNG કારમાં આગ લાગી, બે લોકોનો બચાવ:પેટ્રોલ પંપ નજીક બન્યો બનાવ, ફાયરે મોટી હોનારત ટાળી
    Next Article
    વાઘોડિયા રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો:વોટ્સએપથી રેકેટ ચલાવતો, 11.16 લાખનો મુદ્દામાલ જપ્ત, મુખ્ય સૂત્રધાર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment