Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘોડિયા રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો:વોટ્સએપથી રેકેટ ચલાવતો, 11.16 લાખનો મુદ્દામાલ જપ્ત, મુખ્ય સૂત્રધાર ફરાર

    10 hours ago

    વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ આશાપુરી નગરમાં પીસીબી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે, જ્યારે મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી દૂર છે. પોલીસે સ્થળ પરથી રૂપિયા 11.16 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો હતો જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મકાનમાં વિદેશી દારૂનો સંગ્રહ કરીને વોટ્સએપથી રેકેટ ચલાવતો વાઘોડિયા રોડ પર વૈકુંઠ-1 ની પાછળ આશાપુરી નગરમાં રહેતા ભાવેશ જશવંતસિંહ ચૌહાણ દ્વારા વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. તેણે આશાપુરી નગરમાં આવેલ એક જર્જરિત મકાન તથા તેની સામેના પોતાના મકાનમાં આ વિદેશી દારૂનો સંગ્રહ કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ ભાવેશ ચૌહાણ પોતાનો વોટ્સએપ નંબર વાપરીને આ રેકેટ ચલાવતો હતો, જે હાલ પોલીસ પકડમાં આવ્યો નથી. વાઘોડિયા રોડ પરથી એક ઝડપાયો, મુખ્ય સૂત્રધાર ફરાર પોલીસની આ રેઈડ દરમિયાન મુખ્ય આરોપી ભાવેશ ચૌહાણનો સાળો અજય મહેશભાઈ વસાવા (રહે. આશાપુરી નગર, વૈકુંઠ-1 ની બાજુમાં, વાઘોડિયા રોડ, વડોદરા) સ્થળ પરથી જ ઝડપાઈ ગયો હતો. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને ટીન નંગ 2330, જેની કિંમત રૂપિયા 11,11,060 થાય છે, તે જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ઘટનાસ્થળેથી મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. પીસીબી પોલીસે કુલ રૂપિયા 11.16 લાખના મુદ્દામાલ સાથે અજય વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગ્રામસેવકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો:પડતર માંગણીઓ અને વધારાના કામના વિરોધમાં તબક્કાવાર આંદોલનની જાહેરાત
    Next Article
    હિંમતનગર સિવિલમાં 195 હજયાત્રીઓના ફીટનેશ પ્રક્રિયા શરુ:હિમોગ્લોબિનના ટેસ્ટ, સુગર, ઈસીજી, એક્સ-રે ચેસ્ટ અને સોનોગ્રાફી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment