Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે મતદાન શરૂ:ખેડૂત પરિવર્તન અને સહકાર પેનલ વચ્ચે સીધી ટક્કર, રાજકીય-સહકારી આગેવાનો મતદાન મથકે હાજર

    11 hours ago

    મોરબી માર્કેટિંગ યાર્ડ (APMC)ની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું છે. મોરબી, માળિયા અને ટંકારા તાલુકાની કુલ 110 મંડળીઓના 1507 મતદારો નોંધાયેલા છે. વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં ખેડૂત પરિવર્તન પેનલ અને સહકાર પેનલ વચ્ચે સીધી ટક્કર છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 19 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ખેડૂત પરિવર્તન પેનલના 9 અને સહકાર પેનલના 10 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. બંને પેનલોએ જીત માટે છેલ્લી ઘડી સુધી જોર લગાવ્યું હતું અને મંડળીઓમાં પ્રચાર કર્યો હતો. મતદાન મથક પર બંને પેનલના સમર્થનમાં રાજકીય અને સહકારી આગેવાનો હાજર છે. કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલના સમર્થનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નયન અઘારા, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને મનોજ પનારા સહિતના આગેવાનો હાજર રહ્યા. ભાજપ પ્રેરિત સહકાર પેનલના સમર્થનમાં સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા અને મનહરભાઈ બાવરવા પણ સવારથી જ મતદાન મથકે પહોંચ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂરી થાય તે માટે પૂરતી વ્યવસ્થા કરાઈ છે. ખેડૂત વિભાગના મતદારો માટે 3 મતદાન બૂથ બનાવાયા છે. અહીં 1507 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વેપારી વિભાગ માટે એક અલગ મતદાન બૂથ છે, જેમાં 51 મતદારો મતદાન કરશે. મતદાનને લઈને ખેડૂતો અને વેપારીઓમાં ઉત્સાહ છે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. ત્યારબાદ મોરબી માર્કેટિંગ યાર્ડની સત્તા કોના હાથમાં જશે અને મતદારો કઈ પેનલને પસંદ કરશે તેના પર સૌની નજર છે.
    Click here to Read More
    Previous Article
    સુમુલ ડેરીમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ભાજપમાં આંતરિક ખેંચતાણ:બીજી વખત પસંદગી પ્રક્રિયા મોકૂફ, 7500 કરોડના ટર્નઓવરવાળી ડેરીમાં પદ માટે લોબિંગ
    Next Article
    દરશડી યુવતીના ફરાર પ્રકરણમાં વાયરલ વીડિયોથી નવો વળાંક:દાગીના-રોકડ પોતાની કમાણીના હોવાનો દંપતીનો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment